________________
૪૮
રાજહૃદય ભાગ-૧૪
પૂર્વનું જ્ઞાન હોય. અગિયાર અંગ અને ચૌદ પૂર્વ જે બારેબાર અંગનું જ્ઞાન હોય એનો પણ વિચ્છેદ કહ્યો છે. યથાખ્યાત ચારિત્ર....’ બારમા ગુણસ્થાનનો પણ નિષેધ કહ્યો છે. ‘સૂક્ષ્મસંપરાય ચારિત્ર,...' દસમા ગુણસ્થાનનો પણ નિષેધ કહ્યો છે. કેમકે એ બધા શ્રેણીમાં આવે છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર,...' જે નવમા ગુણસ્થાને થાય છે એનો પણ નિષેધ કહ્યો છે. કેમકે શ્રેણી જ નથી. શ્રેણી માંડે તો કેવળજ્ઞાન થાય ને ? એટલે શ્રેણીના બધા પદ લીધા છે.
મુમુક્ષુ :– ચ૨ણાનુયોગનો
=
પૂજ્ય ભાઈશ્રી :– એમને ચારે અનુયોગનો અભ્યાસ છે. બહુ સમર્થ હતા. ક્ષયોપશમ ઘણો સમર્થ હતો.
પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયક સમકિત...'નો પણ નિષેધ કર્યો છે ‘અને પુલાકલબ્ધિ... એ જે મુનિઓને (હોય છે), પુલાક નામના મુનિઓ થાય છે એને પુલાકલબ્ધિ કહેવાય છે. પુલાકલબ્ધિ હોય છે એટલે પુલાક કહેવાય છે. ભાવલિંગી મુનિઓમાં આ એક લબ્ધિધારી મુનિઓનો ભેદ છે, પ્રકાર છે. “એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે.’ નવ પદ લીધા છે. પણ કોઈમાં દસ આવે છે, કોઈમાં નવ આવે છે.
મુમુક્ષુ :- વિચ્છેદ ગયો ત્યારે બીજા...
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, એટલે એવી શક્તિવાળા જીવો અહીંયાં નહિ થાય, નહિ ઉત્પન્ન થાય. એવું વિધાન છે એમ કહે છે.
શ્રી ડુંગ૨ને તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો.’ હા પાડે કે ના પાડે પણ કયા પરમાર્થિક કારણસર હા પાડે છે કે ના પાડે છે ? મારે તો એ સવાલ જાણવો છે. હા પાડે તો શું કરવા ? અને ના પાડે તો શું કરવા ? મારે તો આ મુદ્દો છે. હા ના કરવા પાછળ પોતાના આત્મકલ્યાણના દૃષ્ટિકોણનું કોઈ અનુસંધાન છે ? કે કોઈ અંધશ્રદ્ધા છે ? કે કોઈ સમજણપૂર્વકની શ્રદ્ધા છે ? શું વાત છે આખરમાં ? કે કોઈ મતપક્ષનો આગ્રહ છે ? મતાગ્રહ છે. શું છે ? આવા આવા કારણો માન્ય-અમાન્ય કરવાને વિષે હોય છે તો કયા કારણથી માન્યઅમાન્ય કરે છે ? એટલું લખશો.
તમને તથા લહેરાભાઈને આ વિષે જો કંઈ લખવાની ઇચ્છા થાય તે લખશો.’ અને તમને પણ આ વિષય ઉપર પારમાર્થિક દૃષ્ટિકોણથી માન્યઅમાન્ય કેવી રીતે કરવું ? એ બાબતમાં તમારે લખવું હોય તો તમે બંને