________________
૬૨
રાજહૃદય ભાગ–૧૪ સુખે સૂએ. – શ્રી તીર્થકર–છજીવનિકાય અધ્યયન.' એ ગ્રંથનો આધાર આપ્યો છે. આટલું જે વચનામૃત છે એ આ ગ્રંથમાંથી છે. તીર્થંકરદેવે આ કહ્યું છે. જીવનિકા નામના અધ્યયનમાં આ વચનામૃત છે એમ કહેવું છે. શું કહે છે?
જેણે અનિત્યતામાં નિત્યતા માની રાખી છે. વર્તમાન સ્થિતિ છે એ દેહપર્વત છે. દેહની સ્થિતિ જેટલી સ્થિતિ છે. હવે મૃત્યુ આવવાનું છે એની સાથે મિત્રતા હોય એટલે મિત્ર તો પોતાનું કહ્યું કરે. હમણાં તારે પાંચ, પચાસ, સો વર્ષ આવવાનું નથી. પછી તને કહેશે ત્યારે આવજે. એને વાંધો નહિ આવે. કાં તો આવે ત્યારે ભાગીને છૂટી જાય અને મૃત્યુને આંબવા ન દે તો એનું મૃત્યુ ન થાય. અને કાં તો એણે નક્કી થઈ ગયું હોય કે હું મરવાનો છું જ નહિ. એ જીવો ભલે સુખેથી સૂએ.
સુખેથી સૂએ એટલે શું ? એ ભલે આત્મહિતની ચિંતા ન કરે. ચિંતા એ એક આકુળતા છે અને દુઃખ છે. ચિંતા શા માટે કરવી ? આપણે ક્યાં વાંધો છે? જીવને જાણે અજાણે અનિત્ય પર્યાયમાં નિત્યતા ભાસે છે અને તેથી એ પોતાના આત્મહિત પ્રત્યે ઉપેક્ષા સેવે છે. શું કરે છે? ઉપેક્ષા સેવે છે. થાય, ન થાય કાંઈ વાંધો નહિ. જાણે કાંઈ વાંધો જ નથી. એ ભલે સુખેથી સૂએ, એમ કહે છે. એવું એક માર્મિક વચનામૃત કોઈ ગ્રંથનું લીધું છે.
એનો સારાંશ એ છે કે આત્મહિતની ચિંતા કદિ ન કરી હોય કોઈ ચિંતા, એવી રીતે કરવા યોગ્ય છે. બહુ બહુ તો જીવ મૃત્યુની ચિંતા કરે છે કે બીજા કોઈ સંયોગિક લાભ-નુકસાનની ચિંતા કરે છે. એ બધી જ ચિંતા કરતા અનંતગુણી ચિંતા એને આત્મહિતની કરવા યોગ્ય છે. અને તે પણ આયુષ્ય પૂરું થાય એ પહેલા કાંઈક સાધી લેવાય. એવા પ્રકારે શીધ્રપણે આત્મહિત થાય એવા ભાવથી એ કાર્ય થવું ઘટે છે.
આટલું વચનામૃત ટાંક્યા પછી એમણે આ વિષયમાં ત્રણ માર્ગનો પ્રકાશ પાડ્યો છે. જોકે અધ્યાત્મમાં તો એક જ અધ્યાત્મ દશાના ત્રણ પડખાં છે. જેને યથાર્થ માર્ગ પ્રાપ્ત નથી થયો એ કલ્પિતપણે જ્ઞાનમાર્ગમાં કોઈ પ્રવેશે છે. માર્ગ એટલે ઉપાય. શાસ્ત્ર વાંચવા, શાસ્ત્ર સાંભળવા અને શાસ્ત્રજ્ઞાન કરવું. એને એ જ્ઞાનનો ઉપાય અથવા જ્ઞાનમાર્ગ સમજે છે. ત્રણ