________________
પત્રાંક-૭૧૧
૩પ૭ - તેમાં વિજ્ઞાન સ્કંધ ક્ષણિકપણે આત્મા છે. વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુઃખાદિ તત્ત્વ છે અને તેમાં વિજ્ઞાનઔધ ક્ષણિકપણે આત્મા છે. એટલે એમણે કોઈ સાહિત્ય વાંચ્યું છે અને એમાંથી આ તારણ કાઢેલું છે. નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે.” અસંખ્ય જીવો બધે વ્યાપેલા છે પણ સર્વવ્યાપક છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાનિધ્યથી જ્ઞાન ઊપજે છે. જ્યારે આત્માને મનનો યોગ મળે ત્યારે એને જ્ઞાન થાય. એ પહેલા ન થાય. એ. માને છે. એટલે જ્ઞાન છે એ સંયોગી ભાવ છે. આત્માને સંયોગ નવો થાય છે ત્યારે જ્ઞાન ઊપજે છે.
મુમુક્ષુ -. અસંખ્ય આત્માને માને છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા, અસંખ્ય આત્માને માને છે. અને પાછો એક આત્મા પણ માને. ઈશ્વર પણ સર્વવ્યાપક માને છે. જીવો પણ અસંખ્ય છે. સર્વ-બધે વ્યાપેલા છે અને ઈશ્વર પણ બધે વ્યાપેલો છે. “ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ.” ઈશ્વર બધે વ્યાપેલો છે. ક્યાંય ઈશ્વર નથી એવું નથી. એમ કરીને એ લોકો નિરૂપણ કરે છે.
સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. ત્યાં નૈયાયિક અને સાંખ્ય મળતા આવ્યા. પણ ઈશ્વરને નથી માનતો. સાંખ્ય છે એણે ઈશ્વરને ઉડાડ્યા છે. એ પણ બધા આત્માઓને માને છે અને તે સર્વવ્યાપક છે.
મુમુક્ષુ - એટલે જુદા જુદા આત્મા માન્યા?
પૂજ્ય ભાઈશ્રી :- હા, જુદા જુદા આત્મા માન્યા, બધે આખા જગતમાં છે એમ માન્યા પણ ઈશ્વર નહિ. સાંખ્યમાં ઈશ્વર નથી.
“તે નિત્ય,...' છે. બધા આત્માઓ નિત્ય છે. નિત્ય હોવા છતાં અપરિણામી...” છે. એટલે કૂટસ્થ છે. એને પરિણામ નથી. આ બધા પરિણામો? તો કહે, એ પ્રકૃતિનું કાર્ય છે, આત્માનું કાર્ય નથી. એ પ્રકૃતિને જુદી માને છે. પુરુષ નામ આત્માને જુદો માને છે.
મુમુક્ષુ – પ્રકૃતિ એટલે જડના કાર્યો છે ?
પૂજ્ય ભાઈશ્રી :- હા, જડના કાર્યો છે. રાગનું જડનું કાર્ય છે ! એમાંથી ઊભું થયેલું છે.