________________
પત્રાંક-૬૯૩ મોક્ષમાર્ગની આ વ્યવસ્થા છે.
મુમુક્ષુ - વ્યવહાર વચ્ચે સહેજે આવે છે.
પૂજ્ય ભાઈશ્રી – રાગ રહ્યો એ રાગ જ એનો વ્યવહાર છે. શુભરાગ એને આવ્યા વગર રહે જ નહિ. એ જ એનો વ્યવહાર છે. એટલે એ જાણે છે. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. “સમયસારની બારમી ગાથા લીધી. સાધકજીવને જે જે કાળે, જે જે પ્રકારનો શુભરાગરૂપ વ્યવહાર આવે તે તે કાળે તેને જાણેલો પ્રયોજનવાન છે. અને તે ન્યાયસંપન્ન છે. એવું જાણવું તે ન્યાયસંપન્ન છે, એમ કહે છે.
મુમુક્ષુ :- . વ્યવહારને સાધન કહીએ વ્યવહાર સાધન અને નિશ્ચય..
પૂજ્ય ભાઈશ્રી :- એમ વ્યવહારે કહેવાય છે. એમ પણ વ્યવહાર કહેવાય છે. નિશ્ચયે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ નથી. પણ બંને વચ્ચેનો એવો વ્યવહાર જોડવામાં આવે છે. કેમકે નિશ્ચયને સાધના કહીને વ્યવહાર સાધ્ય નથી કહેવાતો માટે. પાછો એવો વ્યવહાર ન કરાય કે નિશ્ચય સાધન અને વ્યવહાર સાધ્ય. એવો વ્યવહાર ન લાગુ પડે. પણ વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એવો વ્યવહાર લાગુ પડે ખરો. પણ એ વ્યવહારે વ્યવહાર છે. વ્યવહાર હેતુભૂત વ્યવહાર કહેવાય છે. નિશ્ચયહેતુભૂત વ્યવહાર નથી. એના બધા ભંગ-ભેદ સમજવા જોઈએ.
મુમુક્ષુ – Balance રાખીને ચાલવું.
પૂજ્ય ભાઈશ્રી :– હા. Balance એવું છે કે જ્યારે મોક્ષમાર્ગમાં આવે તો સહજપણે એવું સંતુલન રહે-Balance રહે. અને જો માર્ગ હાથમાં ન આવે તો કાં આની કોર વધારે ઢળે અને કાં આની કોર ઢળે. એટલે એને મુકેલ છે. એના ઉપર તો “આનંદઘનજીએ લખ્યું કે, “ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમા જિનતણી ચરણ સેવા” એટલા માટે લખ્યું છે. એ વ્યવહારનો આગ્રહ ન રાખવો. જેણે ક્રિયા કરતા હોય તેણે, જે ક્રિયા કરતા હોય તેણે વ્યવહારનો આગ્રહ ન રાખવો. આ સીધી વાત છે.
સિદ્ધિમોહ...” હવે એ જે ક્રિયાના પરિણામ છે. એને લઈને એના ફળમાં જે પુણ્ય બંધાય છે અને એ પુણ્યની અંદર કોઈને રિદ્ધિ-સિદ્ધિલબ્ધિની પ્રાપ્તિ થાય છે. અને એવી બધી વાતો શાસ્ત્રમાં પણ આવે અને