________________
રાજહૃદય ભાગ-૧૪ છે ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે?’ એમ પૂછ્યું. અને સંભવતું હોય તો તે શાં કારણથી
જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધુરું રહેલું જોવામાં આવે છે. તે વિરોધ શાથી ટળે ? આ પોતે અભિપ્રાય આપી દીધો. તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હોય, અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવ્યગુણપયયસહિત સર્વ કાળપરત્વે જાણવાનો માન્યો છે તે યથાર્થ દેખાય છે ?' પ્રશ્ન કર્યો. અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થાનુસાર વર્તમનામાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ?” એમણે કયો અર્થ કર્યો ? અખંડ નિજ સ્વભાવનું વર્તે. જે જ્ઞાન અખંડ નિજ સ્વભાવમાં વર્તે તેને કેવળજ્ઞાન કહીએ. એ બીજો અર્થ એમણે આત્મસિદ્ધિમાં કર્યો છે. અને તે ઉપદેશી શકાય કે કેમ?' એવો અર્થ કરી શકાય કે કેમ? એવું કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? “અને તે ઉપદેશી શકાય કે કેમ? તેમજ બીજાં શાનોની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ? અને તે શાં કારણોથી? આટલા પ્રશ્નો પોતે ઉઠાવ્યા છે.
‘દ્રવ્ય ધમસ્તિકાય, અધમસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાન; મહાવિદેહાદિક્ષેત્રની વ્યાખ્યા; તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ?'
મુમુક્ષુ – એને પોતાને તો નિર્ણય થઈ ગયો છે. પૂજ્ય ભાઈશ્રી:-પ્રશ્ન આ મૂકી દીધા છે. મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી:- હા, એટલે એ વિષયને કાંઈક ચર્ચવા માગે છે. મૂળ પત્ર અપૂર્ણ રહ્યો છે એટલે આપણને હેતુ ન ખ્યાલમાં આવે. પણ પોતે કેટલું વિચારે છે એ તો ખ્યાલમાં આવે. હવે લીધું છે.
ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં...' ગચ્છના મતમતાંતર ઘણી જનજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે