________________
૧૪
રાજહૃદય ભાગ-૧૪ શકે છે, જોડાઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી.” પુદ એટલે પુરાવું. ગળ એટલ છૂટા પડવું. સાથે જોડાવું અને જોડાયેલાનું છૂટા પડવું. એવા ગુણથી એ ગુણવાચક નામ પાડ્યું પુદ્ગલ પરમાણુનું નામ પુદ્ગલ એમ પાડ્યું. “એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે;” એટલે એનો પણ ક્ષેત્ર વિસ્તાર જોવામાં આવે છે. જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે.' અને છસ્થને તો સ્કંધ જ જણાય છે. છૂટો પરમાણુ તો છદ્મસ્થના જ્ઞાનમાં પણ આવતો નથી. એટલે એને તો અસ્તિકાયપણે જ પુગલ જોવા મળે છે. એને તો છૂટો જોવા મળતો નથી.
ધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. એ પણ લોકાકાશપ્રમાણ છે. “અધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ,...” એ પણ લોકાકાશપ્રમાણ છે. અને જીવદ્રવ્ય પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે, એ પણ લોકાકાશપ્રમાણ છે. એમ ત્રણેના પ્રદેશો સરખા છે-અસંખ્યાત. પણ સરખા. અસંખ્યાત પણ સરખા પાછા-લોકપ્રમાણ. “આકાશદ્રવ્ય' અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ “અસ્તિકાય છે. એમાં અનંતા પ્રદેશો છે. જેનું માપ નથી એટલા અનંતા પ્રદેશો આકાશને છે. “એમ પાંચ અસ્તિકાય છે.'
જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ લોકની ઉત્પત્તિ છે, અથત લોક" એ પાંચ અસ્તિકાયમય છે. એટલે આખા લોકમાં આ પાંચેય દ્રવ્યોના, પદાર્થોના ક્ષેત્રનો વિસ્તાર રહેલો છે. એટલે લોક કહો કે પાંચ અસ્તિકાયનું એકમેકપણું કહો. એકમેક એટલે આકાશની અપેક્ષાએ બધા એક જ ક્ષેત્રે રહેલા છે. છતાં પોતપોતાના સ્વરૂપે રહેલા છે. કોઈએ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો નથી.
પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે.” પાછું ઓલું જીવ એમ કહ્યું હતું ને ? હવે અહીં કહે છે કે “પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે જીવો સંખ્યાએ) અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. હવે જેમ એક પરમાણુ છે તો એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુકન્કંધ અનંતા છે. હવે બે જ પરમાણુ ભેગા થયા હોય તો એવા એને દ્વિઅણુકઢંધ કહે