________________
૩૫૪
રાજહૃદય ભાગ-૧૪ કરે છે. બોદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે.” તદ્દશ્ન જુદા જ છે. એ વેદને ક્યાંય ટાંકતા નથી. એનો આધાર નથી લેતા. જ્યારે પેલા દર્શનો વેદનો આધાર લ્ય છે. કોઈને કોઈ ભાગનો, કોઈને કોઈ અંશનો, કોઈને કોઈ રુચાઓનો. એવી રીતે. સંક્ષેપમાં આ એક પત્રમાં તમારે બધા દર્શનોનો અભ્યાસ થઈ જશે.
મુમુક્ષુ – “મોક્ષમાર્ગપ્રકાશક'...
પૂજ્ય ભાઈશ્રી :- હા. “મોક્ષમાર્ગપ્રકાશક' કરતા થોડો વધારે અભ્યાસ કર્યો હોય એવું લાગે છે. એમણે આટલું બધું નથી લીધું. ક્યાંક
ક્યાંક દલીલો કરી છે પણ ટોડરમલજીની એટલી બધી Solid દલીલો નથી દેખાતી. કેમકે એ બાજુનો થોડો ખ્યાલ છે. એટલે એમ લાગે કે ટોડરમલજી’ની થોડીક દલીલો પાંગળી લાગે. સામે ઊભા હોય તો ખ્યાલ આવે. આમનું-શ્રીમદ્જીનું સંતુલન ઘણું છે. લખાણની અંદર તટસ્થતા, મધ્યસ્થતા, સંતુલન ઘણું સરસ છે. એવું ન લાગે કે પક્ષ કરે છે. અને છતાં જે કહેવું છે એ કહે. એમાં કાંઈ બાંધછોડ ન રાખે.
“આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠું દર્શન છે? જે આત્માને પણ સ્વીકારતું નથી, આત્માના બંધમોક્ષને પણ સ્વીકારતું નથી. એવું નાસ્તિક દર્શન છે એ ચાર્વાક દર્શન છે. એ લોકોમાં પણ એક ચાર્વાક નામના ઋષિ થઈ ગયા. હિન્દુઓમાં જ થઈ ગયા છે. અને એમાંથી જ નીકળેલું આ નાસ્તિક દર્શન છે.
બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે –' જુઓ ! બૌદ્ધના પેટા ભેદ લીધા છે. ત્યાં “ટોડરમલજીએ બૌદ્ધના એટલા પેટભેદ નથી લીધા. ક્ષણિકવાદની સામાન્ય દલીલ કરી છે. ચાર ભેદ લીધા છે. બૌદ્ધદર્શનના મુખ્ય ચાર ભેદ છે:- ૧. સૌત્રાંતિક, ૨. માધ્યમિક, ૩. શૂન્યવાદી અને ૪. વિજ્ઞાનવાદી. તે જુદે જુદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે. બધાના પ્રકાર જુદા જુદા છે. પોતે વિસ્તાર નથી કર્યો. સંક્ષેપમાં ચાર નામ લઈ લીધા છે. ત્યાં આ ચાર ભેદ નથી લીધા. “મોક્ષમાર્ગપ્રકાશકમાં આ ચાર ભેદોનું વર્ણન નથી.
જૈનદર્શનના સહજ પ્રકારાંતરથી બે ભેદ છે; દિગંબર અને શ્વેતાંબર.” જૈનદર્શનના આ બે પેટભેદ છે. પાંચે આસ્તિક દર્શનને જગત