________________
પત્રાંક-૭૦૩
૨૧૫ એટલે કે પચાસ વર્ષથી વધારાનું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તોપણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ રાખીને પ્રવર્તવાનું તો કોઈકથી જ બને તેવું છે.” કદાચ આયુષ્ય વધારે હોય તો યથાર્થ ત્યાગ મારે ભવિષ્યમાં કરવો છે એવા લક્ષે તો કો'ક જ જીવન જીવે છે. બાકી તો બધા ઢસરડા ઢસરડવામાં આયુષ્ય પૂરું કરે છે. છેક સુધી સંસારના ઢસરડા ઢસડે છે.
હવે આ Paragraphમાં સરસ માર્ગદર્શન આપ્યું છે. જિનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવો.” અયોગ્યતામાં પણ ત્યાગ કરવો. ચિનોક્ત સિદ્ધાંત એવો નથી કે ગમે તે વયમાં ગમે તે માણસે ત્યાગ કરી લેવો. ત્યાગ કરવો, બસ ! ત્યાગની પ્રધાનતા. એવો જિનોક્ત માર્ગ નથી. ‘તથારૂપ સત્સંગ...” પ્રથમ વાત કરી. પહેલો નંબર શું આપ્યો ? “તથારૂપ સત્સંગ, સદ્દગુરુનો યોગ થયે, તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલા ત્યાગ કરે તો તેણે યોગ્ય કર્યું છે, એમ જિનસિદ્ધાંત પ્રાયે કહે છે;” આ જૈન સિદ્ધાંત લીધો. એ સત્સંગમાં આવે, સદૂગુરુના આશ્રયે યથાર્થ માર્ગદર્શન પામે, પોતે પણ પોતાની દશા કેળવે, પોતાની શક્તિ અનુસાર ત્યાગ કરે.
“ટોડરમલજીએ તો સ્પષ્ટ લખ્યું છે કે જેનમાર્ગમાં એવી આમ્નાય છે કે પહેલા તો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે અને ગુણ-દોષના સિદ્ધાંતો સમજે. તત્ત્વજ્ઞાન દ્વારા પોતાને ગુણ થાય, દોષ થાય, એ પ્રકારે પરિણામના સિદ્ધાંતો સમજે અને ત્યારપછી પોતાની શક્તિ અનુસાર વતાદિ ગ્રહણ કરે. પણ વ્રત ગ્રહણ કર્યા પછી આજીવન પર્યત એનો ભંગ કરે નહિ. એ રીતે એમણે મોક્ષમાર્ગપ્રકાશકમાં વાત કરી છે. એમ જિનસિદ્ધાંત કહે છે.
કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું,” મોક્ષમાર્ગના અપૂર્વ સાધનો પ્રાપ્ત થાય. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય, દશા કેળવાય, ત્યાગવૈરાગ્ય સહેજે લઈ શકાય. એવા સાધનો પ્રાપ્ત થાય. કષાયની મંદતા સહેજે ઉત્પન્ન થાય અને એને તીવ્ર કષાયમાં ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પોતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પોતાથી સંતતિ થશે