________________
પત્રાંક-૭૧૫
૩૯૭
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ,...' એકપણે એટલે ત્રણેનો વિષય એક છે. ત્રણેના પરિણમનમાં સામ્ય છે, ત્રણે મુખ્ય ગુણોમાં પરસ્પર ક્યાંય વિષમતા નથી, વિરુદ્ધતા નથી. અવિરુદ્ધપણું છે. એવો પરમાર્થથી જૈનમાર્ગ છે. એમ કહ્યું સિદ્ધાંતે બુધ.’ એમ બુધ એટલે જ્ઞાનીપુરુષોએ સિદ્ધાંતમાં કહ્યું છે. શાસ્ત્રની અંદર ‘તત્ત્વાર્થસૂત્ર’માં ‘ઉમાસ્વામી’નું આ પહેલું સૂત્ર છે, જે બંને સંપ્રદાયોને માન્ય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણી મોક્ષમાર્ગ. એ શાસ્ત્ર જ આ સૂત્રથી શરૂ થયેલું છે. એવું માન્ય હોવા છતાં પણ બીજો પણ મોક્ષમાર્ગ છે, આ સિવાય આ પણ મોક્ષમાર્ગ છે, આ પણ મોક્ષમાર્ગ છે (એમ માનતા) એ સૂત્રને નહિ સ્વીકા૨વા બરાબર છે, સિદ્ધાંતને નહિ સ્વીકારવા બરાબર છે.
હવે કહે છે, લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ શાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ’ હવે લિંગ એટલે બાહ્ય ચિહ્ન અને વ્રતના જે તફાવત. એટલે એમાં અલ્પ તફાવત લેવા. જે મૂળગુણ છે એમાં કોઈ ફેરફારો છે એમ કહેવાનો અભિપ્રાય નથી. પણ દેશકાળને અનુસરીને કોઈ સામાન્ય ફેરફાર હોય છે. નગણ્ય ફેરફાર જે હોય છે. એ કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લઈને સામાન્ય ફેરફાર હોય છે. પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર. આદિ એટલે જ્ઞાન-દર્શન અને ચારિત્રની જે શુદ્ધતા છે એમાં તો ત્રણે કાળે કોઈ ફેર પડતો નથી. ત્રણે કાળને વિષે એમાં કોઈ ફેર ન પડે એમ કહેવું છે. છઠ્ઠ-સાતમે ગુણસ્થાને જે સ્વરૂપસ્થિરતા હોય એ છઠ્ઠ-સાતમે ગુણસ્થાને કોઈને હોય અને કોઈને ન હોય એવું ન બને. ત્રણ કષાયનો ત્યાં અભાવ હોય. ત્યાં કોઈને હોય અને કોઈને ન હોય એવું ન બને. જ્યારે ત્રણ કષાયનો અભાવ હોય ત્યારે જે રાગાદિ વ્યવહાર પરિણામની મર્યાદા થઈ જાય એ આપો આપ જ એકસરખી હોય છે. કોઈ સામાન્ય ફેરફાર હોય તો તારતમ્ય ભેદે કોઈ ફેરફાર સામાન્ય હોય છે. એથી વધારે કોઈ ફે૨ફા૨ હોતો નથી.
‘હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ...' હવે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ ત્રણેની શુદ્ધતાની વાત કરી. એ ત્રણેનો અર્થ કરે છે. અથવા પરમાર્થ. આત્મકલ્યાણ કેવી રીતે એમાં થાય છે એ સંક્ષેપે કહેવામાં આવે છે. તેને જોતાં વિચારી વિશેષથી રે,... અને એ જે