________________
પત્રાંક-૦૦૩
૨૦૦
મુમુક્ષુ :– અસ૨ળ હોય તો એ જ્ઞાની ન કહેવાય.
પૂજ્ય ભાઈશ્રી :– તો એ જ્ઞાની ન કહેવાય. સાવ સીધી વાત છે. એ એનું અનેક લક્ષણમાંનું લક્ષણ છે. મુમુક્ષુ સરળ હોય તો શાની તો હોય જ ને, એમ કહે છે. મુમુક્ષુ સરળ હોય અને ઉત્કૃષ્ટ મુમુક્ષુ વધારે સરળ હોય તો જ્ઞાની તો એથી આગળ ગયેલા છે. એને તો વધારે સરળતા હોય જ એમ કહેવું છે. તો જ મુમુક્ષુતા પામે. સરળતા વગર મુમુક્ષુતા આવતી નથી. એ બરાબર છે.
મુમુક્ષુ :– પૂર્વભવના...
પૂજ્ય ભાઈશ્રી :– હા. પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યા હોય છે અને નવા સંસ્કાર ઊભા પણ કરી શકે છે. વિપરીત કે અવિપરીત પરિણામ ક૨વા માટે જીવ સ્વતંત્ર છે. સામાન્યપણે પૂર્વકર્મ અનુસાર પરિણામ કરે ત્યારે પૂર્વસંસ્કારનો આરોપ કરાય છે, વ્યવહાર કરાય છે. પણ છતાં કોઈપણ જીવ સ્વતંત્રપણે નવા પરિણામ અવળા કે સવળા બંને પ્રકારે કરી શકે છે. અને કરવા માટે એ સ્વતંત્ર છે. અને કરતા હોય છે. નહિતર તો મનુષ્ય મટીને મનુષ્ય જ થાય. પણ મનુષ્ય મટીને દેવ પણ થાય ને તિર્યંચ પણ થાય ને નારકી પણ થાય. કાંઈ પણ થઈ શકે. .. કોને ખબર ક્યારે કયાં જઈને પડશે. એનો કાંઈ નિયમ નથી. એવું છે.
શું કહે છે ? કે જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાત્મ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી...' આ કારણે તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે.’ મનુષ્યદેહને ચિંતામણિ રત્ન જેવો કહ્યો છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલી યે વાસ્તવિક દૃષ્ટિથી તેની કિંમત દેખાતી નથી.' એને પશુમાંથી કાઢી નાખ્યો. કેમકે પશુનો દેહ તો કાંઈક કામમાં પણ આવે છે. એના હાડકા કામમાં આવે, એના શીંગડા કામમાં આવે, એના ચામડા કામમાં આવે. આનું તો કાંઈ કામમાં જ ન આવે. પશુના દેહ જેટલી એની કિંમત નથી. અથવા કોડી જેટલી પણ કિંમત નથી. જો મોક્ષસાધન કર્યું તો એની કિંમત ન થઈ શકે એટલી છે અને જો મોક્ષનું સાધન ન કર્યું તો એની કિંમત ફૂટેલી કોડી જેટલી પણ નથી. એ કોડી પણ તિર્યંચનો જ દેહ છે ને, બીજું શું છે ? એમાં