________________
૩૬૫
પત્રાંક-૭૧૩
આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય.
અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે ? સર્વવિરતિ કેટલાંક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં; દેશવિરતિ અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ અને વળી જૈનમાર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. આ વિકલ્પ અમને શા માટે ઊઠે છે ? અને તે શમાવી દેવાનું ચિત્ત છે તે શમાવી દઈએ ?
[અપૂર્ણ]
૭૧૩. ‘આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનં નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાન ઃ–' હવે એ વિષય ઉપર ૭૧૩માં થોડો વિશેષ વિચાર આપ્યો છે અને એમાં પણ જૈનદર્શનની વાત વિશેષ કરી છે.
દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે,..’ ’ ભગવાન મહાવીરસ્વામી'થી લઈએ, અરે..! ઋષભદેવસ્વામી’થી લઈએ તોપણ દિનપ્રતિદિન ઉતરતો કાળ હોવાથી.. અવસર્પિણી કાળ છે ને ? અને પાછો હુંડાવસર્પિણી છે. એટલે જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે. અને વર્ધમાનસ્વામી થયા પછી થોડાંએક વર્ષમાં...’ જ. બહુ અલ્પ કાળમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણો ?” આ વિચારવા યોગ્ય છે. ભગવાન ગયા અને પાંચસો વર્ષ પહેલા જ સીધા ફાંટા પડવા મંડી ગયા.
હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે,...' મૂળ નથી એમ કહે છે. ‘હિરભદ્રાચાર્ય’ જે થયા એ એમનામાં શ્વેતાંબરના સમર્થ આચાર્ય થયા. અને એમણે શ્રુતજ્ઞાનની જે ઉન્નતિ કરી છે એ નવીન યોજનાની પેઠે કરી છે. જે તીર્થંકરદેવે કહ્યું એને અનુસરતામાં થોડીક નવીનતા લાવીને, યોજનાની નવીનતા લાવીને એમણે ઉન્નતિ કરી દેખાય છે. તો પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર