________________
પત્રાંક-૬૯૮
૧૩૯ થવાથી જસુ' એટલે જેની આત્માની પ્રતીતિ થાય છે....” જેની એટલે આત્માની પ્રતીતિ થાય છે “એમ અર્થ છે.' એવો અર્થ અહીંયાં આનંદઘનજી એવા અર્થમાં એ વાત કહેવા માગે છે. એમ લે છે.
મુમુક્ષ:- પરરસ છે. અહીંયાં આવીને પણ ખૂટતો નથી. પછી તોડવો કેમ? ધ્યાન અહીંયા છે પણ ત્યાં બતાવવો. - પૂજ્ય ભાઈશ્રી :- હવે જ્યાં થાય છે ત્યાં જાગૃતિ આવે તો છૂટે. જેમ એક રસની અંદર બીજો રસ ઊભો થાય તો પહેલો રસ માર્યો જાય. જેમકે એક માણસ બહુ રસથી જમે છે અને એમાં કોઈ એવા સમાચાર આવી પડે કે, ભાઈ ! તમે અહીંયાં બહુ લહેરથી જમો છો પણ ત્યાં દુકાને તો આગ લાગી છે. તો ખાવાનો રસ ઊડી જતા કેટલી વાર લાગે ? તરત ઊડી જાય કે ન ઊડે ? તો આ જે જમવાનો જે કષાયરસ છે એ એક કષાયનો રસ તૂટવામાં બીજો કષાયરસ ઊભો થયો ત્યાં તૂટી ગયો. તૂટ્યો કે ન તૂટ્યો ?
મુમુક્ષુ – કષાયે કષાયને તોડ્યો. પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે ?
અહીંયાં કહે છે, આત્મરસ છે એ તો અકષાયરસ છે, અકષાયસ્વભાવી આત્મા છે. એના લક્ષે જો એનો રસ ઉત્પન્ન થાય તો અકષાય કષાયને તોડે એમાં શું મોટી વાત છે ? અકષાયરસ કષાયરસને તોડે એમાં શું મોટી વાત છે ? એ તો બળવાનરસ છે. કષાય કરતા અકષાયપણું એ તો બળવાન છે, એની અંદર તો ઘણું બળ છે.
એટલે રસ તોડવો હોય તો જ્ઞાન કે જે અકષાયસ્વભાવી છે એ જ્ઞાનમાં પોતાનો જ્ઞાનાનુભવ શું છે ? એના અવલોકનનો પ્રયત્ન કરે ત્યારે ઓલો ઉદયમાન જે રસ છે એ એ જ વખતે મોળો પડ્યા વિના રહે નહિ. એટલે પ્રત્યેક ઉદયમાં રસને મંદ કરવા માટે એણે પોતાના જ્ઞાનમાં જ્ઞાનના અવલોકનનો પ્રયત્ન કરવો. અથવા જ્ઞાન ચાલતા રસનું અવલોકન કરે તોપણ રસ તુટે. કેમકે જ્ઞાન તો એવી ચીજ છે કે જે વચ્ચે દાખલ થતા કષાયમાં ભંગ પડ્યા વિના રહે નહિ. એટલે જો કષાય પરિણામનું અવલોકન કરે તો પણ કષાયરસ તૂટે અને અવલોકન કરનાર પોતાનું અવલોકન કરીને પોતાના જ્ઞાનાનુભવને-જ્ઞાનના વેદનને તપાસવા અથવા