________________
૧૨૦
રાજહૃદય ભાગ-૧૪ પડે. એને એમ થાય કે મારે બહુ ઝડપે આગળ નીકળવું છે. અને આજે તો Traffic એટલો બધો છે, ઘણી મુસીબત છે.
એમ બીજા જે કોઈ કામમાં ઉપયોગ લઈ જવો એ જે ઉદયનો Traffic છે, એનાથી તરીને ચાલવું છે. એ કાર્ય છે. એમાં આવી પડે એની વાત જુદી છે. પણ પોતે હાથે કરીને પછી પાછો ફરીને ધીમો પડે એવું કામ કરવા માગતા નથી. મોડું તો થયું છે એમ લાગે છે. પણ મોડામાં હવે મોડું કરવા માગતા નથી. અને કોઈ ન કરવા માગે. જેને મોડું થયું હોય તે અનિવાર્ય કારણોને લીધે મોડું થયું હોય, પણ મોડામાં પોતે મોડું કરવા માગે ખરો? કે ન માગે.
એમ આવા એકાવતારી જે જ્ઞાની પુરુષો હોય છે અથવા તો દરેક સાધકજીવને જ્યારે પ્રથમ આ દિશા ઉપર ધ્યાન જાય છે કે મુક્તિની આ એક દિશા છે અને એ દિશાએ, એ માર્ગે જવાનું છે. ત્યારે પહેલું તો એમ જ લાગે છે કે ઘણું મોડું કર્યું આપણે. અત્યાર સુધી આપણને આ વાત ન સૂઝી ? આ તો ઘણું મોડું થયું કહેવાય. પછી શરીરની ઉંમર ગમે તે હોય. એવું નહિ કે વૃદ્ધાવસ્થાએ જ મોડું લાગે. યુવાન અવસ્થામાં પણ જો આ દિશા જ્યારે મળે ત્યારે એને એમ લાગે કે અત્યાર સુધીનો મારો વખત તો નકામો ગયો. ઘણું મોડું થઈ ગયું કહેવાય. આટલા વર્ષ નીકળી ગયા એમ લાગે. તો કહે, પણ વહેલામાં વહેલું ક્યારે શરૂ કરવું જોઈએ ? તો કહે સંસ્કાર તો ગળથૂથીમાં મળવા જોઈએ. આત્મજ્ઞાનના સંસ્કાર તો જૈનના ઘરમાં જન્મ, જૈનના કુટુંબમાં જન્મે એને તો ગળથૂથીમાં આત્મકલ્યાણ કરવાના સંસ્કાર મળવા જોઈએ.
એટલે તો “ગુરુદેવ’ બોલતા હતા, બહુ રસથી કહેતા હતા કે ખરેખર સમ્યગ્દષ્ટિ માતા હોય અને એને પુત્ર પારણામાં ઝુલાવવાનું હોય તો એવી રીતે ગાય કે, બેટા ! “શુદ્ધોસી બુદ્ધોસી નિર્વિકલ્પોસી.” સી એટલે સામા માણસને જે કહેવું હોય તો એને માટે સંસ્કૃતમાં “સી વપરાય છે. પોતાને કહેવું હોય તો “મી’ વપરાય છે. “અહમ્ બ્રહ્માસ્મી' હું બ્રહ્મ છું. અને તું આમ છો. હું આમ છું અને તું આમ છો. તો એને ગળથૂથીમાં સંસ્કાર આપે. ‘તુ શુદ્ધોસી બુદ્ધોસી” તું જ્ઞાનસ્વરૂપ છો, તું શુદ્ધસ્વરૂપ છો. એટલા વહેલા મળવા જોઈએ. એટલું મોડું લાગે. અહીંયાંથી મોડું થયું એ બધું મોડું