________________
રાજહૃદય ભાગ-૧૪
જીવનના પરિણામોનો સરવાળો મારવાની વાત છે. અને એ કોઈ સાધારણ છધસ્થ જીવોનું કામ નથી. હવે જે કામ કેવળીઓનું છે એ કામ પોતે હાથમાં લઈને બેસે. તો એ બંધનમાં પડવા સિવાય બીજું કાંઈ થાય નહિ. વિકલ્પ છોડી દયો એમ કહે છે. એટલે એની પહેલા શું વિચારવું એ હજી ખબર નથી. ત્યારે ભક્તિમાં તો શું છે ? એને સદ્ગુરુનો આશ્રય મળે છે. દેવ-ગુરુ-શાસ્ત્રમાં એને એક માર્ગદર્શનનો આશ્રય મળે છે. એટલે એમણે એને પ્રાધાન્ય આપ્યું છે કે પહેલું તું આ કર.
પછી “વિકલ્પ...” અનેક પ્રકારના નય, હજારો નય. આમ તો અનંત નય છે. પણ શાસ્ત્રોમાં સેંકડો નય આવે છે. આ નયથી વસ્તુનું સ્વરૂપ આવું છે, આ નયથી વસ્તુનું સ્વરૂપ આવે છે. કેટલા વિકલ્પ વધારીશ તું? વિકલ્પ વૃદ્ધિ થાય એ પ્રકારે શાસ્ત્ર અધ્યયન લગભગ થતું જોવામાં આવે છે. કહે છે કે એ પણ તને પડવાનું કારણ છે, એ અટકવાનું કારણ છે, એ નુકસાનનું કારણ છે. અને એમાં એવો ગૂંચવાઈ જઈશ, તું એ વિકલ્પોમાં એવો ગૂંચવાઈ... એવો ગૂંચવાઈશ કે જે શાસ્ત્રજ્ઞાન તને ગૂંચવણમાંથી બહાર કાઢવા માટે નિરૂપણ કર્યું છે એ જ તને નવી ગૂંચવણનું કારણ થઈ જશે. એ પણ સદ્દગુરુના આશ્રય વિના, જ્ઞાનીના આશ્રય વિના તારું બૂતું નથી કે શાસ્ત્ર વાંચીને તું વિકલ્પને શાંત કરી શકે. ઊલટાના વિકલ્પ વધી જાશે.
જે શાસ્ત્રનો ઉદ્દેશ્ય નિર્વિકલ્પ કરાવવાનો છે એ જ શાસ્ત્ર તને વિકલ્પ વધવાનું કારણ થશે. થોડુંક સમજવા માંડીશ એટલે વાદવિવાદ કરવા જઈશ. જુઓ! અહીંયાં આમ લખ્યું છે, જુઓ! અહીંયાં આમ લખ્યું છે. હું માનું છું એવી વાત શાસ્ત્રમાં મળે છે. એટલે સામો કહે છે કે નહિ તમારી વાત ખોટી છે. તમારા કરતા બીજું લખ્યું છે, વિરુદ્ધ લખ્યું છે, તમારું ધ્યાન નથી ગયું. એ એને વિકલ્પ વધશે, હેં ! મારું ખોટું ! મારે ખોટું કેવી રીતે હોય ? એ પાછો ચકરાવે ચડશે. એટલે વિકલ્પ છે એ તોડવાને બદલે વધશે.
મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- હા. પર્યાયષ્ટિ છે ને ! પર્યાયમાં હુંપણું એવી પર્યાયની દૃષ્ટિ છે અને જ્ઞાન વિશેષ થતા એ જ્ઞાનનું અહંપણું જીવને થયા