________________
૨૦૦
રાજહૃદય ભાગ-૧૪
૭૦૩માં કેટલાક પ્રશ્નોનું સમાધાન એમણે કર્યું છે. પત્ર કોના ઉપર છે એ નથી મળતું. “કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે.’ એમ કરીને હવે જે અવતરણચિહ્ન છે એમાં ઉત્તર છે.
ઘણું કરીને બધા માર્ગોમાં... એટલે સંપ્રદાયોમાં, ધર્મના બધા સંપ્રદાયોમાં મનુષ્યપણાને મોક્ષનું એક સાધન જાણીને બહુ વખાણ્યું છે, અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે.’ આ વેદાંતને અનુલક્ષીને વાત કરી છે કે જો મનુષ્યપણું છે એ મોક્ષ માટે બીજી ગતિ કરતા એક સારું, વધારે સારું સાધન છે તો એ મનુષ્યો વધે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ બીજા માર્ગની અંદર ભોગ-ઉપભોગની પ્રવૃત્તિને ધર્મના બહાના નીચે સાંકળી લીધી છે.
જે ભોગહેતુ ધર્મ છે એ સીધો જો ભોગનો ઉપદેશ કરે તો લોકો સામાન્ય બુદ્ધિમાં પણ એમ સમજે કે આ વાત બરાબર નથી કરતા. તો એ ભોગથી પણ ધર્મ થાય એવું કાંઈક ગોઠવી દે. જેને છળ કહેવામાં આવે છે. ધર્મના અંચળા નીચે પણ પોતાનો જે ઉદ્દેશ છે, પોતાનું જે ધ્યેય છે, એને પોષણ આપવાના સિદ્ધાંતો અન્ય સંપ્રદાયોની અંદર ભિન્ન ભિન્ન પ્રકારે ગોઠવાયેલા જોવામાં આવે છે. મોક્ષનું સાધન મનુષ્યપણું છે એમાં બે મત નથી. ચારેય ગતિમાં મનુષ્યગતિ એ મોક્ષ પ્રાપ્તિ અર્થે) સર્વથી ઉત્તમ ગતિ છે. એટલે એની પ્રશંસા કરી છે, એના વખાણ કર્યાં છે.
અને જીવને જેમ તે પ્રાપ્ત થાય...' એટલે એ મનુષ્યપણું જીવોને પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય..' એટલે ઘણા મનુષ્યો હોય તો ઘણાને મોક્ષ મળે, ઓછા મનુષ્ય હોય તો ઓછાને મોક્ષ મળે એમ કહે (છે). તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે. જિનોક્ત માર્ગને વિષે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી.” જ્યારે જિનેન્દ્રદેવે જે માર્ગ કહ્યો તેને જિનઓક્ત. ઉક્ત એટલે કહ્યું. જિનેન્દ્રદેવના માર્ગમાં એવો ઉપદેશ કર્યો દેખાતો નથી. જૈન શાસ્ત્રો જોતાં એ પ્રકારનો ઉપદેશ નથી.
વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દૃષ્ટિગોચર થાય છે.’ પ્રથમ ચોવીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય, પચ્ચીસમાં વર્ષથી