________________
૩૮૨
રાજહૃદય ભાગ-૧૪ અધ્યાત્મ એ ખરેખર તો ચારે અનુયોગનો પ્રાણ છે. જો એમાંથી અધ્યાત્મ ન સમજવામાં આવે અથવા દષ્ટિવિહિન એનું વાંચન કે અવલોકન કે જાણવું જો કરવામાં આવે તો એ પ્રાણ વગરના મડદાને ચૂંથવા જેવું છે, બીજું કાંઈ નથી. પછી તો એ મડદું જ છે, ખોખું જ એ તો. અધ્યાત્મ તો ચારે અનુયોગનો પ્રાણ છે.
મુમુક્ષુ – “સોગાનીજી' કહેતા ને એ ચોપડા ઉથલાવો કે આ ચોપડા ઉથલાવો. - પૂજ્ય ભાઈશ્રી – હા. બેય સરખું જ છે. દુકાનના ચોપડા ઉથલાવવા કે સ્વાધ્યાય મંદિરમાં બેસીને ધર્મના ચોપડા ઉથલાવવા એ બેમાં કાંઈ ફેર નથી, જો અધ્યાત્મ દૃષ્ટિકોણ હાથમાં ન આવ્યો તો. નરસિંહ મેહતાએ એટલું તો ગાયું છે. જ્યાં લગી આત્મા તત્ત્વ ચિલો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” તો કહે પણ આટલું બધું તો કર્યું. શાસ્ત્રો વાંચ્ય, દાન દીધા, વ્રત, તપ પાળ્યા. તો કહે “એ બધા પ્રપંચ પેટ ભરવા તણા.” શું કહ્યું? એ બધા પ્રપંચ પેટ ભરવા તણા. એમ કેમ લીધું?
બહુ માર્મિક વાત લખી છે કે એવો બધો દેખાવ કરીને બીજા ધાર્મિક વૃત્તિવાળા જીવો એને અનુકૂળ થઈને એની અનુકૂળતાઓ સાચવે. એનો આહાર લાવી દે, એને પાણી લાવી દે, એને બીજું કરી દે, એને ત્રીજું કરી દે. એની બધી અનુકૂળતાઓ કરે. એને પણ ખબર છે કે હું આટલા ધાર્મિક દેખાવમાં છું એટલે લોકો મને આ પ્રમાણે કરે છે. અંદરમાં આત્મતત્ત્વને જેણે જાણ્યો નથી. ચિહ્નો નથી એટલે ચેત્યા નથી, અનુભવ્યો નથી. ચિહ્નો એટલે અનુભવ્યો. જેણે આત્માને અનુભવ્યો નથી એ બધા પ્રપંચ છે. પેટ ભરવાના એકલા પ્રપંચ છે. કેવું માર્મિક લખ્યું છે ! એટલે માર્ગાનુસારી કહ્યા છે. એમનેમ નથી કહ્યા. માર્ગાનુસારી કહ્યા છે એ અંદરથી કાઢેલી વાત છે. એ કોઈની કીધેલી વાત નથી, ઉછીની લીધેલી વાત નથી પણ અંદરથી કાઢેલી વાત છે. એટલે માર્ગની બહુ સમીપ છે, એમ કહેવું છે.
મુમુક્ષુ - અમદાવાદમાં... દીક્ષા લીધી.
પૂજ્ય ભાઈશ્રી – હા. દીક્ષા લે ત્યારે તો છોડવાનું જ હોય ને, મારું જાણીને છોડ્યું કે મારું નથી એમ જાણીને છોડવું? એટલો જ સવાલ છે. છોડ્યું ખરું પણ શું જાણીને છોડ્યું ? કે આટલું મારું હતું એ મેં છોડ્યું. તો