________________
૩૮
રાજહૃદય ભાગ-૧૪
વાર્તા...’ અખંડ નિશ્ચય રાખવા જેવી વાર્તા. મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી.....' સત્સંગ જેવું બળવાન બીજું કોઈ કારણ જ નથી ને. જો તારે કલ્યાણ કરવું હોય તો આત્મકલ્યાણમાં સત્સંગ જેવું કોઈ બળવાન કારણ બીજું છે નહિ. આ મોટી નિશ્ચયની વાર્તા છે. અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો,... એટલે નિરંતર જો સત્સંગમાં રહેવાતું હોય તો બીજું તો કરવા જેવું નથી.
,
તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું,..' વિપરિણામ એટલે નુકસાન. અસત્સંગથી થતું નુકસાન વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.' વિચારવા જેવી છે એમ ન કહ્યું. તું આનો અનુભવ કરી જો કે સત્સંગથી તને કેટલો લાભ થાય ? અમારો તો આ નિચોડ છે પણ તને ખબર પડે કે આ કેટલા લાભનું કારણ છે. એ વાત તો એમણે અનેક પત્રોની અંદર ફેરવી ફેરવીને પોતાના અનુભવથી કરેલી છે.
એટલે અહીંયાં પણ એમ કહે છે કે, તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને...' એટલે વૈરાગ્ય જળવાય રહે. ૫૨માર્થ કરવાને પારમાર્થિક વૃત્તિ જળવાય રહે એવા ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્ઝમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે.’ કે તું સદાય સત્સમાગમમાં રહેજે. જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય..' કયારે ? સત્પુરુષનો સત્સમાગમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જન...' કેવા ? અપ્રતિકૂળ નિમિત્તરૂપ મુમુક્ષુજન. પાછા એવા મુમુક્ષુજન નહિ કે પ્રતિકૂળ થાય. પ્રતિકૂળ નિમિત્ત પડે એવા નહિ. અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુજન...' જુઓ ! શૈલી કેવી કરી છે ! મુમુક્ષુનું વિશેષણ વાપર્યું છે.
એવા મુમુક્ષુ જનનો સમાગમ તથા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની...' અને એ સિવાયના બીજા સંગપ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ....' સ્મૃતિ કહો,