________________
૧૧૦
રાજહૃદય ભાગ-૧૪ આની નહિ ને આની મદદ લઈશું. આમ નહિ ને આમ કરશું. એમ ગમે તે રીતે હળવું કરે. પણ પીડા ઉપડે એમાં તો બીજો કોઈ ઉપાય રહેતો નથી કે એમાં કાંઈ સમાધાન થતું નથી. સિવાય કે ઘેનના Injection લે કે ઘેનની ગોળી લે. એ પણ અમુક હદે કામ કરે છે. અમુક હદની બહાર એનો પણ ઉપાય હોતો નથી. ત્યારે જ્ઞાની શું કરે ? અને જ્ઞાની જે કરે એવું મુમુક્ષુએ કરવું એટલા પૂરતો એ વિષય મુમુક્ષુને પ્રયોજનભૂત છે.
જ્ઞાની એ જ વખતે પોતાના જ્ઞાનાનુભવને સંભાળે છે કે મને મારામાં ફક્ત મારા જ્ઞાનનો અનુભવ થાય છે, મારા જ્ઞાનની સત્તામાં સિવાય જ્ઞાન બીજાનો અનુભવ થતો નથી. મારું જ્ઞાન એક અભેદ કિલ્લો છે કે જેમાં પીડાનો, ઉપદ્રવનો પ્રવેશ થવો અશક્ય અને અસંભવિત છે. એવો વિચાર કરે છે એમ નહિ પણ એવો પોતાના જ્ઞાનનો અનુભવ કરે છે. જ્ઞાન પણ એવું જ વિદ્યમાન છે કે જે જ્ઞાનમાં કોઈપણ પ્રકારની વેદનાનો પ્રવેશ થયો નથી, થતો નથી અને થઈ શકવાનો પણ નથી.
એવું જ્ઞાન તો મુમુક્ષુને પણ છે. જે જ્ઞાનમાં પીડાનો પ્રવેશ નથી, તે જ જ્ઞાનમાં મુમુક્ષુના જ્ઞાનમાં પણ પીડાનો પ્રવેશ નથી. ફક્ત ફરક એટલો છે કે જ્ઞાની એવી સત્તાને ગ્રહણ કરીને પ્રવર્તે છે, જ્યારે મુમુક્ષુદશામાં જો જીવ વેદનામાં ખેંચાય જાય છે તો વેદનામાં લીન થઈને નવા કર્મને બાંધે છે. એણે એ વિચારવા યોગ્ય છે કે જો જ્ઞાનીના જ્ઞાનમાં વેદનાનો પ્રવેશ નથી તો હું મુમુક્ષુ છું એટલે કાંઈ મારા જ્ઞાનમાં વેદનાનો પ્રવેશ છે? પ્રવેશ તો મારા જ્ઞાનમાં પણ નથી. પછી એ બંધાય નહિ ને હું બધાઉં એવું શું કરવા?
તમારી પાસે દુકાન છે, મારી પાસે દુકાન છે. તમારી પાસે મૂડી છે, મારી પાસે મૂડી છે. બંનેની પાસે બજારમાંથી માલ લેવા માટે બજાર ખુલ્લી છે. તમે પણ ખરીદી શકો છો, હું પણ ખરીદી શકું છું. સંપત્તિ ન હોય તો ખરીદી ન શકાય. પણ મૂડી હોય તો તમે પણ ખરીદો અને મૂડીવાળો બીજો પણ ખરીદે. એમ જે જ્ઞાનમાં પીડાનો પ્રવેશ નથી એવું જ્ઞાન બંનેની પાસે છે. ફક્ત અનુભવ કરવાની પદ્ધતિ બદલવાનો સવાલ છે અહીંયાં. જે કાંઈ Pin point વાત છે એ આટલી છે કે જ્ઞાની કઈ રીતે એ જ પ્રસંગનો અનુભવ કરે છે ? અજ્ઞાની ભૂલથી એ જ પ્રસંગનો બીજી રીતે અનુભવ કરે