________________
૧૯૨
રાજહૃદય ભાગ-૧૪
તા. ૨૧-૫-૧૯૯૧, પત્રીક - ૭૦૩
પ્રવચન નં. ૩૨૩
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૭૦૩, પાનું-પ૧૧. નિવૃત્તિક્ષેત્રમાં છે. “રાળજ” “ખંભાત પાસેનું એક ગામડું છે. “કાવિઠા’, ‘રાળજ”, “વડવા” એ બધા ખંભાત પાસેના ગામ છે.
મુમુક્ષુ:-... પૂજ્ય ભાઈશ્રી - હા. વિશેષતા તો એ છે કે અનેકાંતિક માર્ગ છે. એટલે કે માર્ગની અંદર ઉત્સર્ગ અપવાદ એવા અનેક ધર્મ છે. અથવા વ્યવહાર-નિશ્ચય એ પ્રકારે પણ ધર્મ છે. જ્ઞાનમાં પણ સ્વ અને પર બંનેનો પ્રકાશવાનો ધર્મ છે. એમ સ્વ અપેક્ષિત અને પર અપેક્ષિત મોક્ષમાર્ગમાં અનેક વાતો છે.
ગુણસ્થાન અનુસાર શુભાશુભ ભાવોની મર્યાદા છે. ઉપર ઉપરના ગુણસ્થાનમાં શુદ્ધિ વધે છે, અશુદ્ધિ ઘટે છે. પણ અશુદ્ધિમાં બે વિભાગ છે: શુભ અને અશુભ. તો પ્રત્યેક ગુણસ્થાનમાં શુભની મર્યાદા, અશુભની મર્યાદા નીચે. ઉપરના શુભમાં પણ એની Quality કેવી હોય ? પ્રકાર સરખો લાગે. દ્રવ્યલિંગીના મહાવ્રત અને ભાવલિંગીના મહાવ્રતનો પ્રકાર સરખો લાગે. છતાં બંનેની Quality જુદી છે. મિથ્યાષ્ટિની ભક્તિ અને સમ્યગ્દષ્ટિના શુભભાવરૂપ ભક્તિનો પ્રકાર સરખો દેખાય, પણ એમાં ફેર છે. એમ મોક્ષમાર્ગની અંદર એક પરિણામની અંદર અનેક પ્રકારે પરિણામ ધર્મ છે.
અનેક અંત. અંત એટલે ધર્મ. અનેકાંત એટલે અનેક ધર્મ. એમ અનેક ધર્મપણું હોવા છતાં, માર્ગના પરિણામને અનેક ધર્મપણું હોવા છતાં સમ્યફ એકાંત એવી નિજપદની પ્રાપ્તિ, નિજપદની પ્રાપ્તિ એકાંતે કરવી એ સમ્યફ એકાંત છે. મિથ્યા એકાંત નથી. એકાંતના બે ભેદઃ સમ્યફ એકાંત અને મિથ્યા એકાંત. એવી જ રીતે અનેકાંતના પણ બે ભેદ : સમ્યફ