________________
૧૮૦
થાય ને ? મિથ્યાત્વ ગૃહીત થાય છે.
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ :– મૃત્યુ સમયે આર્તધ્યાન થાય ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, તેમ થાય જ. વેદના છે ને ? લગભગ મૃત્યુ સમયે વેદના તો આવે જ. કો'ક જ જીવને ન હોય. પછી કોઈને લાંબો કાળ રહે, કોઈને થોડો કાળ રહે. પણ આવે એવી કે આર્તધ્યાનમાં જીવ એકદમ ચાલ્યો જ જાય. એ પરિસ્થિતિમાં આવી જાય.
તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિધિનિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે, કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી ?” શું કહે છે ? ક્રિયાકાંડી જ છે. તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિધિનિષેધ લક્ષ જોઈને...’ તમારું લક્ષ ત્યાં બહુ હતું. અથવા તીવ્ર પરિણામ એ બાજુના—બાહ્યક્રિયામાં રહેતા હતા. એ જોઈને અમને ખેદ થતો હતો કે આ જીવને આવું કયાં છે ? આવી પક્કડ કયાં છે ? અને આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે,...’ આ પ્રશ્ન ઉઠાવ્યો. એ તો તમે જોતા નથી કે આત્માને આમાં શું લાભ થાય છે ? ક્રિયાકાંડમાં પડ્યા છો પણ આત્માને શું લાભ થાય છે એ તો કાંઈ જોતા નથી.
?
અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે,...' કે ક્રિયાનો જ વિચાર કરો છો ? આમ થયું અને આમ ન થયું. આ બરાબર સાચવ્યું અને આ ન સચવાણું. બાહ્યક્રિયા ઉપર નજર રહે છે. આત્મા ઉપર તો વિચાર પણ આવતો નથી. કે તમને તેનો આટલો બધો પરિચય બેઠનો હેતુ લાગતો નથી ?” એટલે ક્રિયાકાંડનો ખૂબ પરિચય છતાં તમને આનો કેમ ખેદ થતો નથી ? કે આમાં આત્મકલ્યાણ કાંઈ થતું નથી અને આમને આમ ક્રિયામાં ને ક્રિયામાં જિંદગી કાઢી નાખવાની ?
મુમુક્ષુ :– કેવા ભાગ્યશાળી ...
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલે તો કહ્યું કે કોઈ ભાગ્યશાળી જીવ છે. નહિત૨ ભાગ્યે જ જ્ઞાની સીધું કહે. કારણ કે માણસ પાત્ર ન હોય તો એને દુઃખ લાગી જાય કે મને આમ કીધું, મને આમ કહી દીધું. ભાઈ ! તારા કલ્યાણ માટે કહે છે.
';