________________
૨૦૬
રાજહૃદય ભાગ-૧૪ પડી જાય છે, ભૂલમાં આવી જાય છે અને માર્ગ મળવાને બદલે ઉન્માર્ગે ચાલ્યો જાય છે. એટલે એ વિષય જરા પ્રયોજનભૂત રીતે વિચારવાયોગ્ય છે. એ અહીંથી નીકળે છે.
જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાસ્ય કહ્યું છે. એ વાત અવશ્ય છે કે બીજા ધર્મોમાં અને જૈનમાર્ગમાં પણ મનુષ્યદેહનું ત્રણે ગતિ કરતા વિશેષ માહાસ્ય ગણ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. એ વાત, એટલી વાત ઠીક છે કે મનુષ્યની અંદર મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરવી એ બીજા ત્રણ ગતિ કરતા સુગમપણે થાય છે. ત્યાં ઉપાદાન અને નિમિત્ત બંને રીતે વધારે સાનુકૂળતા છે. મનુષ્યને એવા નિમિત્તો મળવાની પણ સાનુકૂળતા છે અને એને ઉપાદાનમાં પણ એવી યોગ્યતા છે કે ત્રણે ગતિ કરતા એ મોક્ષમાર્ગમાં મનુષ્યજીવ વહેલી તકે આવી શકે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- ક્ષયોપશમ છે, યોગ્યતા પણ છે. એટલી મધ્યસ્થતા છે. કેમકે સરળપણાને કારણે મનુષ્યપણું આવે છે. ભગવાન ‘ઉમાસ્વામીએ ‘તત્ત્વાર્થસૂત્રમાં ચાર ગતિ પ્રાપ્ત થાય છે એના કારણરૂપ પરિણામની ચર્ચા કરી છે. કે તિર્યંચગતિ માયાના પરિણામથી થાય. ક્રોધના પરિણામથી જીવ નારકમાં જાય. લોભના પરિણામથી, તીવ્ર લોભના પરિણામથી જીવ દેવલોકમાં જાય. પણ સરળપણું હોય તો મનુષ્ય થાય.
મુમુક્ષુ:--
પૂજ્ય ભાઈશ્રી – તિર્યંચ જવાની તૈયારી. તિર્યંચમાં જવાની તૈયારી કરે છે, ભાઈ ! જે કાંઈ આડોડાઈ છે, અસરળતા છે એ તિર્યંચગતિમાં જવાની પૂર્વ તૈયારી છે. કેમકે અહીંયાં જે પરિણામ કરે છે એ નવા ભવમાં ભોગવવાના છે. અહીંયાં ને અહીંયાં ભોગવવામાં નથી આવતા. અહીંયાં તો સરળતા ભોગવે છે. પણ એ સરળતા ભોગવતા કોઈ લોકોત્તર સરળતામાં પ્રવેશ કરે તો સમ્યગ્દર્શન પામે. એટલે જ્ઞાનીના લક્ષણોમાં... આપણે ચર્ચા થઈ હતી કે જ્ઞાનીના લક્ષણમાં સરળપણું એ એક મોટી વાત છે. સરળપણાના વિષયમાં જ્ઞાની સરળ જ હોય, જ્ઞાની અસરળ હોય નહિ. એમ કહેવું છે.