________________
પત્રાંક-૬૯૬
૧૦૭
તા. ૮-૫-૧૯૯૧, પત્રક - ૬૯૬, ૬૯૭
પ્રવચન નં. ૩૧૯
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૬૯૬, પાનું–૫૦૬. મથાળુ કાલે ચાલી ગયું છે. જે સંસારસમુદ્રને તરી ગયા, જે મોહને લઈને સંસારસમુદ્રમાં જીવ ગોથા ખાય છે એ મોહને દૂર કરીને જેઓ સંસારસમુદ્ર એવા સ્વયંભૂરમણસમુદ્રને તરી ગયા. ભુજાએ કરીને તરી ગયા એમ લીધું છે. બાહુબળથી. સંસારનો સમુદ્ર સ્વયંભૂરમણસમુદ્ર કરતા પણ ઘણો મોટો છે. સ્વયંભૂરમણસમુદ્રને મર્યાદા છે. સંસારસમુદ્ર છે એ અમર્યાદિત છે. અનંત કાળથી જીવ એમાં તણાયો છે. એવા અલૌકિક પુરુષાર્થના પરાક્રમથી જેમણે સંસારથી તરવાનું કાર્ય કર્યું. એમના પરાક્રમને. એ લીધું છે. છેલ્લી લીટી એ છે. “તે પુરુષાર્થને સંભારી...” એમ લીધું છે. તે પુરુષાર્થનું સ્મરણ કરી રોમાંચિત આશ્ચર્ય થાય છે. એ પુરુષાર્થનું સ્મરણ કરતા રોમાંચિત આશ્ચર્ય થાય છે. આશ્ચર્યનું વિશેષણ લગાડ્યું છે. રોમાંચિત આશ્ચર્ય થાય છે, અનંત આશ્ચર્ય થાય છે અને મૌન એવું આશ્ચર્ય થાય છે. વાણી કહેવાનું કરી શકતી નથી. વાણીની તાકાત બહાર છે એટલું આશ્ચર્ય અમને થાય છે એટલે મૌન આશ્ચર્ય થાય છે. મૌનનો એક અર્થ છે. એમને નમસ્કાર કરીને આ પત્ર “સોભાગ્યભાઈ ઉપર લખ્યો છે.
“સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. સહેજે વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા. એટલે પોતાની વિચારણામાં એ વાત સંમત હતી. વિશેષ વિચાર થાય એના માટે સહેજે સહેજે લખ્યા હતા). અસમાધાન હતું ને પ્રશ્ન લખ્યા હતા એમ નહિ. સહેજ વિચારને અર્થે લખ્યા હતા એટલે અસમાધાનને કારણે નહોતા લખ્યા. પણ વિચારમાં વિશેષ લેવાને માટે એ પ્રશ્ન લખ્યા હતા. તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો.
એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ