________________
પત્રાંક-૬૯૭
૧૨૫
આત્માની હિંસા કરી બેસે. આત્મઘાત કરે ત્યારે. અને જ્યાં પાણી પીવા જાય તો બીજાને ન મારવા હોય તોપણ પાણીના જીવો મરી જાય છે. તો ક્ષમાપના લઈ લે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના જીવોને મનથી, વચનથી અને કાયાથી. ક૨વાથી, કરાવવાથી અને અનુમોદવાથી. મુમુક્ષુ :– માગીએ તો ક્ષમા મળે ખરી ?
પૂજ્ય ભાઈશ્રી :– કેવા ભાવથી માગી છે એ સવાલ છે.
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– એટલો તો ફેર પડે છે. એટલો પ્રારબ્ધને ઉપકાર થાય છે. કર્મ બંધાવારૂપ જે પ્રારબ્ધ એને ઉપકાર થાય છે. એ તો ચોખ્ખું લખે છે. તમારી ક્ષમા માગવાથી પ્રારબ્ધને ઉપકાર થાય છે એ તો લખે છે. ચોખ્ખું લખે છે. એ તો વસ્તુસ્થિતિ છે. જગતમાં કોઈ પરિણામ નિષ્ફળ નથી. કોઈપણ જીવનું એક પણ પરિણામ જગતમાં નિષ્ફળ જાતું નથી. એ સફળ છે. જેવા ભાવ કરે તેવું.
એ વ્યાજબી... છે ?
...
મુમુક્ષુ :પૂજ્ય ભાઈશ્રી :વ્યાજબી ન હોય તો એવી રૂઢી શું કરવા ગોઠવે ? એવો રિવાજ શા માટે હોય ? અને એ જૈનસંપ્રદાય સિવાય ક્યાંય નથી. જૈનના સંપ્રદાય સિવાય આ રિવાજ નથી.
આ જગ્યાએ પહેલીવહેલી થોડી ... થઈ હતી. અમારે મુંબઈ’માં સાથે કામ કરતા હતા. જૈન હતા, દેરાવાસી જૈન હતા. એ સંવત્સરી પ્રતિક્રમણ કરીને આવ્યા. આવીને તરત જ એણે ક્ષમાપના કરી. આ લોકોનો આ વ્યવહાર સારો છે. આ કાંઈ લક્ષ નહોતું. પણ એટલો ખ્યાલ ગયો કે આ લોકોનો આ વ્યવહાર સારો છે. આવો વ્યવહાર કોઈનામાં નથી એવો સ૨સ વ્યવહા૨ છે. બાર મહિનામાં એકવાર તો એમ કહે છે કે ધોઈ નાખો બધું. પછી જો અંતઃકરણથી હોય તો માણસ નવો અપરાધ કરતા અચકાય છે. જો અંતઃક૨ણથી ક્ષમા નથી માગતો તો પાછી બીજી Second થી તેનો તે થઈને ઊભો રહી જાય છે. તો એણે ક્ષમા માગી જ નથી. એટલે ક્ષમા માગવામાં ક્ષમા મળી ક્યારે કહેવાય ? કે જ્યારે એ અપરાધથી પોતે થોડા કે ઘણા અંશે નિવર્તે ત્યારે. પણ એ અપરાધથી નિવર્સે જ નહિ અને પછી પાછો ક્ષમા માગવાની વાત કરે તો એ વાત તો
...