________________
પત્રાંક-૭૦૩
૨૧૭ નથી. અને જૈનમાં જે ગુરુ છે, સદ્ગુરુ છે એ એટલા વિવેકસંપન્ન હોય છે, એમ કહેવું છે. એ બરાબર પરીક્ષા કરીને જ લગભગ ત્રતાદિ અને ત્યાગનો ઉપદેશ આપે છે. એમને એમ ગમે છે તૈયાર થઈ જાય એટલે ગમે તેને આપી Á એવું કાંઈ નથી.
આ લોકો તો પરાણે આપે છે. એને તો ઇન્દ્રિયોના પરિણામ શાંત થયા ન હોય. પાંચ ઇન્દ્રિયના વિષયોના પરિણામ ઉછાળા મારતા હોય અને પરાણે આપે કે અમને ભાતું બંધાવો. શું કહે ? અમે તમને ત્યાગનું પચ્ચખાણ આપીએ તો અમને તો એટલું પુણ્ય થાય. એ રીતે પુણ્ય પણ થાતું નથી. એ તો સરાસર અવિવેક છે. એને કાંઈ સમજ્યા વગર પરાણે ત્યાગના પચ્ચખાણ આપી દેવા અને પછી એ ભ્રષ્ટ થાય, તો એથી ન તો એનું હિત છે કે ન તો ત્યાગ દેનારનું પણ હિત છે. બેમાંથી કોઈનું હિત નથી. એ તો વિવેક વગરના કાર્યો કરવાની એક પદ્ધતિ (થઈ ગઈ. પછી એક કરે, બીજો કરે, ઘણા કરે એ બધી પછી પરંપરા એવી જ ચાલે છે.
એટલે જેનસિદ્ધાંતની આ બે Paragraphમાં પોતે ચર્ચા કરી દીધી. જેનસિદ્ધાંતની અંદર તો ગમે તેવા માણસને ત્યાગ આપતા નથી. પણ અમુક ક્રમમાં તૈયાર થાય અને જો એવા પૂર્વ સંસ્કારી હોય તો એને નાની વયમાં પણ ત્યાગ આપે નહિતર તો એને પરિપક્વ દશામાં જ ત્યાગ આપવામાં આવે છે. એની સમજણની તો પરિપકવતા હોવી જ જોઈએ અને પરિણામશક્તિની પણ પરિપકવતા હોવી જ જોઈએ. તો જ એને ત્યાગ અપાય. નહિતર એને ત્યાગ આપવાનો જૈનસિદ્ધાંત છે જ નહિ. એ રીતે આ વિષયની હજી પણ આગળ ચર્ચા બહુ સરસ કરી છે. વિશેષ લઈશું....