________________
૨૧૧
પત્રાંક-૭૦૩ ક્યાંય છે નહિ. વાતને કયાંના ક્યાં લઈ ગયા.
મુમુક્ષુ :- પ્રખર બુદ્ધિ !
પૂજ્ય ભાઈશ્રી - એ તો સામે ગમે તેવો આવે ને તો એને એક વખત મ્હાત કરી શ્વે.
કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિક દૃષ્ટિથી નિર્વેરતા, અવિરોધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા....” એકેન્દ્રિયથી માંડીને બધા પ્રાણીઓની રક્ષા “અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે;” જ્યારે ત્યાં લડાઈનો સિદ્ધાંત જ નથી તો આપોઆપ જ હિંસા અટકી જાય છે, વેર અટકી જાય છે, વિરોધ અટકી જાય છે. આપોઆપ રક્ષા થઈ જાય છે. અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે, એવી લૌકિક દૃષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે. એના ને એના સિદ્ધાંતથી એને ઉડાડી દીધો. તમારા સિદ્ધાંતમાં આ વાત છે કે ક્ષત્રિયે તો યુદ્ધ કરવું જ. તમારો સિદ્ધાંત તૂટે છે. મનુષ્યની વૃદ્ધિ કરવી એ તમારો સિદ્ધાંત તૂટી જાય છે.
“અલૌકિક દૃષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશનો અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રોત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે, અને તેટલાં મનુષ્યો ઓછાં જન્મવાનું થાય, જેથી મોક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિક દૃષ્ટિથી યોગ્ય લાગે; પણ પરમાર્થ દૃષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે. આ કલ્પના કરી છે. કેમકે વાસ્તવિકપણે કોઈ મનુષ્યનો જન્મ થાય એ કોઈની ઇચ્છાને આધિન નથી હોતું. એટલે એ તો કલ્પનામાત્ર છે. અને એને લઈને કંઈ અલૌકિકદષ્ટિએ જે નાની વયની અંદર પણ સંસાર છોડીને ત્યાગમાર્ગે જાય અને આત્મહિત સાધવાના માર્ગે જાય તો એનો કાંઈ નિષેધ કરી શકાય નહિ.
બીજું, સંસારની મોહની એવી છે કે બહુ અલ્પ જીવો એ રીતે સંસાર ત્યાગ કરીને નાની ઉંમરમાં કે મોટી ઉંમરમાં મોક્ષમાર્ગમાં આવે છે. એવી સંખ્યા બહુ અલ્પ છે. કેમકે મોટા ભાગે વ્યામોહની અંદર જીવો ફસાય છે