________________
પત્રાંક-૭૧૬
૪૦૫ અનુકરણ કરજો. મુમુક્ષુનો વૈરાગ્ય આવો હોવો જોઈએ. “આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. એવા ગ્રંથોનું અવગાહન કરતાં આત્માર્થ, પોતાનો આત્માર્થ વિચારવામાં વિશેષ સુલભતા થાય છે. માટે તમને સમજીને એ ગ્રંથ અહીંથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો. ભય રહે છે, તે સંભવિત છે.” “દેવકરણજી'મુનિ સમાજની વચ્ચે વ્યાખ્યાન વાંચતા હતા. એ પોતે પણ થોડા એટલા સરળ હતા. વ્યાખ્યાન તો વાંચુ છું પણ હું મોટો વ્યાખ્યાન કરનારો, આ બધાનો ઉપદેશક, આ બધા ઉપદેશ લેવા મારી પાસે આવે છે, એવો અહંભાવ થવાનો મને ભય રહે છે. એમ એમણે નિવેદન કરેલું. વ્યાખ્યાન તો વાંચું છું પણ મને એમાં અહંપણું થઈ જાય એનો મને ભય લાગે છે).
આ Paragraph એમણે આપ્યો છે. હવે એ ખાલી વ્યાખ્યાનવાળા માટે નથી. જેને જેને શાસ્ત્રજ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ હોય કે થતો જતો હોય પછી તે વ્યાખ્યાન કરનાર, વાંચન કરના હોય કે તે લેખન કરનાર હોય કે ભલે તે બેમાંથી એકેય ન હોય પણ હું પણ સમજું છું, મેં પણ ઘણું વાંચ્યું છે, હું પણ ઘણું જાણું છું. એવો પ્રકાર જેના જેનામાં આવે એ બધાને અહંભાવ થતા વાર લાગતી નથી. એણે કેવી રીતે એ અહંભાવ તોડવો એની અહીંયાં ખાસ યુક્તિ મુકી છે.
જેણે જેણે સદ્ગને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથા રૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત સમાય છે. શું કહ્યું? શ્રીગુરુના બહુમાનમાં પોતાની વિનમ્રતા સહેજે ઉત્પન્ન થઈ આવે છે. ભલે મેં ગમે તેટલું જાણ્યું હોય, વાંચ્યું હોય પણ ગુરુ આગળ મારું શું સ્થાન છે? હું તો શ્રીગુરુની ચરણરજ છું. એને એમ જ રહ્યા કરે કે હું તો શ્રીગુરુની ચરણરજ છું. ગમે તેટલું વાંચ્યું હોય, ગમે તેટલું સાંભળ્યું હોય એથી શું ? મારો અભિપ્રાય કાંઈ કામમાં ન આવે. તે કહે છે, તેઓ કહે છે તે જ મારે માન્ય કરવા જેવું છે. ખલાસ. પછી અહંપણ છે એ થાય તોપણ સમાય જાય. કાં તો આવે જ નહિ અને આવે તો સમાય જાય. આ એક બહુ સહેલો ઉપાય છે.