________________
પત્રાંક-૭૦૨
૧૮૩
લીધું, બસ ! શું કર્યું ? સમજી લીધું. અને સમજ્યા એટલે (વાત પૂરી થઈ ગઈ). જે વાત સમજવા માટે પણ પ્રયોગ જોઈએ. પ્રયોગની વાત સમજવા માટે પ્રયોગ જોઈએ, પ્રયોગની વાત પ્રયોગથી સમજવી જોઈએ. એના બદલે જે રૂઢિમાં આવીને બધી વાતો અત્યાર સુધીની સમજ્યા, એ પ્રયોગની વાત પણ તમારે એ જ રૂઢિમાં સમજી અને એમાં Fit કરવી છે એટલે હવે તો નીકળવાની પછી જગ્યા જ નહિ. જાવ. એવી રીતે ચર્ચા નથી કરવી. પ્રયોગની ચર્ચા એવી રીતે નથી કરવી.
પ્રયોગની જો ચર્ચા કરવી હોય તો બહુ સાફ કીધું, હવે પછી એ ચર્ચા કરવા બેસો ત્યારે કેટલાક પ્રયોગ કરીને આવજો અને પછી એની ચર્ચા કરજો. પછી એ પ્રયોગની ચર્ચા કરવાની જે તમને મજા આવશે એ અત્યારે વાત સાંભળીને સંમત કરી લેવાથી જૂના ઢાંચામાં જે Fit થઈ ગયા છે, જે જૂની રૂઢિમાં સલવાય ગયા છે એમાં એક વધારે સલવાવાનો તબક્કો ઊભો થાશે, બીજું કાંઈ નહિ થાય.
રૂઢિ એક એવી ચીજ છે. આપણને એમ કે ક્રિયાકાંડની રૂઢિમાં જ માણસો આવી જાય. અને આપણે કયાં, આપણે ત્યાં ક્રિયાકાંડ છે ? ભાઈ ! આ વાંચન, શ્રવણ, બાહ્ય ક્રિયા એ બધું ક્રિયાકાંડ જ છે, કાંઈ બીજું નથી. વાંચન-શ્રવણની બાહ્યક્રિયા તે ક્રિયાકાંડ જ છે, બીજું કાંઈ નથી. એને જ્ઞાનક્રિયા માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી. એ રીતે તો જે પદ્ધતિ ને જે રૂઢિ થઈ ગઈ છે એ રૂઢિમાં ફેરફાર કરવામાં નહિ આવે તો પરિસ્થિતિ જેવી બીજા સંપ્રદાયના જીવોની બગડેલી છે એવી જ આપણી (થવાની). બીજી રીતે થવાની નથી. આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિએ સમાજ રુઢિમાં આવી ચૂક્યો છે.
મુમુક્ષુ :– પૂરું અધ્યયન કરીને, વિચારીને નક્કી કરી લીધું છે કે કાંઈક સમજાણું છે. જે નક્કી કરી લીધું છે એ એક જ (નડે છે).
પૂજ્ય ભાઈશ્રી :- હું સમજ્યો છું કે હું સમજું છું, એવું જે પરિણામ એ સત્પુરુષને ઓળખવા ન ચે. મોટું નુકસાન ક્યાં આવે ? કે સમિકતનું જે પહેલું Stage, પછી સ્વરૂપનિશ્ચયનું બીજું Stage. પછી સમ્યગ્દર્શન. ત્રીજા Stage સમ્યગ્દર્શન છે. એમાં પહેલા Stageમાં જ પ્રતિબંધ ઊભો થાય. પહેલા Stageથી જ પાછું વળવાનું થાય. બીજા Stageમાં