________________
૧૯૪
પત્ર છે. મુમુક્ષુને એ પ્રકાર હોવો જોઈએ.
ભાવભાસન થયા પછી, સ્વરૂપની ઓળખાણ થયા પછી સ્વરૂપનું લક્ષ બંધાતું હોવાથી પછી બધા પરિણામ સ્વરૂપલક્ષે થાય. વાંચન પણ સ્વરૂપલક્ષે, શ્રવણ પણ સ્વરૂપલક્ષે, મનન પણ સ્વરૂપલક્ષે, ચિંતન પણ સ્વરૂપલક્ષે. અરે..! બીજા સાંસારિક કાર્યોમાં પણ સ્વરૂપલક્ષ ન છૂટે કે હું મૂળ સ્વરૂપે આવો છું. એ પ્રકારે મુમુક્ષુની પ્રવૃત્તિ હોય એમ કહેવું છે.
એ રીતે પરિણામમાં અનેક પ્રકાર ભજવા છતાં, સંક્ષેપમાં વાત એ છે, એને અનેકાંતપણું કહ્યું કે પરિણામમાં અનેક પ્રકાર ભજવા છતાં પણ સમ્યક્ એકાંત એવી નિજપદની પ્રાપ્તિ. નિજપદની પ્રાપ્તિ એનું નામ જ સમ્યક્ એકાંત છે. એકાંતે નિજપદની પ્રાપ્તિ તે સમ્યક્ છે. એના માટે જ અનેકાંતની રચના છે, અનેકાંતની વ્યવસ્થા છે, અનેકાંતની ગોઠવણ છે. એ સિવાય અનેકાંતનું બીજું કોઈ પ્રયોજન કે હેતુ નથી. એમ સ્પષ્ટ કરી દીધું છે.
રાજહૃદય ભાગ-૧૪
‘અનુપચંદભાઈ’ જે સંપ્રદાયિક ક્રિયામાં હતા. માણસ શું કહે ? તમે તત્ત્વની વાંત કરો છો પણ બહારમાં આચરણ પણ હોવું જોઈએ ને ? વ્રત નિયમ પણ પાળવા જોઈએ ને ? સંયમ પણ હોવો જોઈએ ને ? એ પણ જૈનમાર્ગમાં છે કે નથી ? જૈનમાર્ગમાં ત્યાગ છે કે નહિ ? કે ત્યાગ છે જ નહિ જૈનમાર્ગમાં ? એકલી તત્ત્વજ્ઞાનની વાતો જ છે ? આમ માણસને દલીલ ક૨વાનું સૂઝે. (તો કહે છે), ત્યાગ પણ છે અને તત્ત્વજ્ઞાન પણ છે. ભક્તિ પણ છે, ક્રિયા પણ છે, જ્ઞાન પણ છે, સંયમ પણ છે, બધું છે. એમ અનેક ધર્મ હોવા છતાં બધાનો સ૨વાળો નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે જ છે. આ સિવાય બીજો કોઈ હેતુ એમાં રહેલો નથી. એ વાત એમણે આ વચનની અંદર કહી છે. આ બહુ પ્રસિદ્ધ વચન છે. કેમકે આવી વાયરચના અને આવો Tone, આવા કોઈ અસાધારણ ધર્માત્માના શ્રીમુખેથી જ બહાર આવે છે. સાધારણ વિદ્વાનોનું કે બીજા કોઈનું એ કામ નથી. એટલે એક સૂત્ર જેવો સિદ્ધાંત આપ્યો છે એમણે.