________________
૧૫૦
રાજહૃદય ભાગ-૧૪ હાથી જો ઊભો રહે તો તણાય જાય. કેવો ? જેનું ટનબંધી વજન છે એવો હાથી તણાય જાય અને અડધો તોલો જેટલું વજન હોય એવી નાની માછલી હોય એ સડસડાટ કરતી સામે પૂરે જાય. તણાય તો નહિ પણ સામે પૂરે તરીને જઈ શકે. કેમકે એ એનું તરવાનું માધ્યમ છે. પૂરના પ્રવાહનું જે જોર છે એ માછલીને અવરોધ કરી શકતું નથી. એ એની વિશેષતા છે. ગતિનું માધ્યમ છે ને એટલે એ એની વિશેષતા છે.
ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુદ્ગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે, જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે.” જેથી ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યના વ્યાપકપણા પર્યત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે; કેમકે એનું માધ્યમ ત્યાં પૂરું થાય છે. અને તેથી લોકમયદા ઉત્પન્ન થાય છે. તેથી લોકમાં રહેવાની જે ક્ષેત્ર મર્યાદા છે એ અહીંથી આ કારણથી ઉત્પન્ન થાય છે. કેમકે આ બે જ પદાર્થો ગતિ કરે છે અને એ બે પદાર્થોની ગતિ કરવાનું માધ્યમ અહીંયાં પૂરું થતું હોવાથી, ગતિ કરવાની શક્તિ ઉપાદાનમાં હોવા છતાં એને આગળ ગતિ થતી એમ જોવામાં આવતું નથી. માટે એનું લોકમાં રહેવાનું અને ગમનઆગમનની ક્ષેત્રની મર્યાદા અહીંયાં ઉત્પન્ન થઈ જાય છે. મર્યાદા એટલે હદ ઉત્પન્ન થાય છે. હદ કહેવી છે.
“જીવ, પુદ્ગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે લોક' કહેવાય છે. એને લોક એવું નામ આપવામાં આવ્યું છે. એ રીતે અહીંયાં પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે.
પત્રાંક-૭૦૦
કાવિઠા, શ્રાવણ વદ, ૧૫ર શરીર કોનું છે ? મોહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય
૭00મા પત્રમાં ફક્ત એક જ લીટી છે. પત્ર ઘણું કરીને સોભાગ્યભાઈ ઉપરનો છે. શરીર કોનું છે ?? પ્રશ્ન કર્યો છે. કે “મોહનું