________________
૨૮
રાજહૃદય ભાગ-૧૪ હજી નીચે ઘણી દલીલો કરી છે.
મૃત્યુભય હોત તોપણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત....” અનિયમિત ન હોત. અકસ્માત ન આવતું હોત. કે ભાઈ તમે સાંઈઠ પહેલા તો મરવાના જ નથી. સાંઈઠ સુધી તો તમારે જે ધમાલ કરવી હોય એ કરો જ. પછી સાંઈઠથી ઉપરના ગાળામાં પછી તમે આ બાજુ બીજો રસ્તો પકડી લેજો. એવું નથી. ગમે ત્યારે, ગમે તેને ફડાક કરતો કાળ ઉપાડી લે છે. મૃત્યુભય હોત તોપણ તે મૃત્ય વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત...” વશમાં નથી, એ કોઈને વશ નથી. ફલાણાને પ્રાર્થના કરીએ, ફલાણા ભગવાનને પ્રાર્થના કરીએ, ફલાણા ચમત્કારિક પુરુષને પ્રાર્થના કરીએ તો પાછો ફરીને...
એમાં એવું છે કે એની જરૂર મારે છે. એટલે મારી પાસે મેં એને બોલાવી લીધા છે. એના ખાસ અનુયાયી હતા. એને અમે બાળવા નહિ દઈએ. તમારે એને જીવતા કરવા પડશે. તમે ભગવાન છો, તમે સમર્થ છો. તમારાથી થાય એવું છે. તમારે કરવા જ જોઈએ. તમે જેમ કહો એમ કરીએ આપણે. પેલો મનમાં બધું સમજે છે કે આમાં હું પણ ચાલ્યો જવાનો છું. મારું કામ આવવાનું નથી, એનું ક્યાં મારે કરવું? ઘણી જીદ કરી. એને તો સમજાવવા પડે ને? બૈરાની જાત રહી. કાંઈ સમજાવ્યા સમજે નહિ. મેં મારી પાસે બોલાવી લીધો છે. તમે ચિંતા કરો મા. એની માટે જરૂર છે. મેં મારી પાસે બોલાવી લીધો છે. મૈને બુલા લિયા હૈ. કહે... પણ રાખ થાય છે અને એની પણ રાખ જ થાય છે. લાકડું સુખડનું હોય, ચંદનનું હોય કે લાકડું બાવળનું હોય બેયની રાખ જ થાવાની છે અને શરીરની પણ રાખ જથાવાની છે.
શું કહે છે? “અર્થાત્ વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદસહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને...” બધા સ્વજનોમાંથી કોઈ એને રક્ષણ આપી શકે એવું નથી. અને છેલ્લે છેલ્લે અનુભવ થાય છે કે આ બધા ટગરટગર જોવે છે પણ કોઈ મને મદદ કરી શકે એવું નથી.
મુમુક્ષુ:પૂજ્ય ભાઈશ્રી:- વિવેક પ્રગટ્યો છે ને!મહાવિવેકપ્રગટ્યો છે.