________________
પત્રાંક-૭૦૩
૨૨૧
હોય તો એ વાત હજી ઠીક છે. પણ આવી વાતમાં તો અમને ઉપયોગ આપવો એ પણ અમને ઠીક લાગતું નથી. કઠણ પડે છે, મુશ્કેલ પડે છે. ઉપયોગ ચાલતો નથી. તોપણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીરણાવત્ કરીને લખ્યું છે.' પરાણે પરાણે લખ્યું છે. ઉદીરણાવત્ એટલે ? ઉપયોગ ચાલતો નથી છતાં પરાણે પરાણે તમારા પ્રશ્નોનું સમાધાન કરવા અર્થે લખ્યું છે. આવો વિષય અમને ઉપયોગમાં બરાબર બેસતો નથી. હવે અહીંયાં આ Paragraphમાં એક બહુ સ૨સ માર્ગદર્શન આપે છે.
જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવા;...' જ્ઞાનીપુરુષના વચન છે એ સમાજ માટે નથી પણ આત્મકલ્યાણ માટે છે. લોકો માટેની વાત નથી, એ વાત સામાજિક નથી. એ આત્માને કલ્યાણ કરવા માટેની વાત છે. માટે જ્ઞાનીપુરુષના વચનોનો આશય એ ૫૨માર્થિક કલ્યાણનો આશય છે, આત્મકલ્યાણનો આશય છે. એ આશયને ગૌણ કરીને લૌકિક આશયમાં ઉતારવા નહિ.
અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે;...' જ્ઞાનીપુરુષના જે વચનો છે તે અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે;...' લૌકિક આશયથી વિચારવા યોગ્ય નથી. ‘અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે;...' મુમુક્ષુજીવે લૌકિક ચર્ચામાં ન પડવું એમ કહે છે. બને ત્યાં સુધી એણે એ વિષય છોડી દેવો. આત્મકલ્યાણનો વિષય મુખ્ય કરીને એના પ્રશ્નોત્ત૨માં, એની ચર્ચામાં જાવું પણ લૌકિક વાતની ચર્ચામાં ન જાવું. એ તો અનાદિનો કરતો આવ્યો છે. રાજકથા, ભોગકથા... એ બધી તો કથા કરતો જ આવ્યો છે. એક અલૌકિક આત્મકથા નથી કરી. બાકી તો બધી લૌકિક કથા કરતો જ આવ્યો છે. એટલે કોઈ વિશેષ ઉપકાર વિના એટલે આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ ક્યાંક એનું આડકતરી રીતે કોઈ અનુસંધાન લાગતું હોય તો બીજી વાત છે. બાકી લૌકિક પ્રશ્નોત્તરમાં અને ચર્ચામાં ઉતરવા જેવું નથી.
બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગોથી...’ અને તેવી ચર્ચાઓથી એટલે કે એમાં રસ લેવાથી, લૌકિક પ્રસંગોમાં રસ લેવાથી કેટલીક વાર પરમાર્થદૃષ્ટિ ક્ષોભ પમાડવા