________________
૨૨
તે
આવી છે ખરી, પણ તે આધાર રાખવા લાયક છે કે નહીં તેના નિર્ણય હું કરી શકતા નથી.
ભદ્રબાહુ અને વરાહમિહિર વચ્ચે થએલી સ્પર્ધાના સંબંધમાં, હેમચંદ્ર સિવાય ઘણા અર્વાચીન જૈન ગ્રંથકારોએ એક દંતકથા આપેલી છે. આ દંતકથા ઉત્પન્ન થવાનું કારણ મને નીચે મુજબ લાગે છે. એક તા ભદ્રાહુએ સૂર્યપ્રાપ્તિ-ટીકા અને ભાદ્રખાડવી નામની સંહિતા એમ એ ખગાળવિદ્યા વિષયક ગ્રંથા તથા ઉવસગ્ગહર નામનુ સ્તેાત્ર રચ્યું છે, એમ જે મનાય છે તેથી અને ખીજી, જૈનજ્યાતિષશાસ્ત્રને અન્ય જ્યાતિવિદો જે ધિક્કારતા હતા ( સિદ્ધાન્તશિરામણ ૩–૧ ) તેથી, ભદ્રબાહુ અને જૈન જ્યાતિષશાસ્ત્રની મહત્તા દેખાડવાની લાલસાના પરિણામે એ દંતકથા જન્મ પામી છે. આ દંતક્થાના સાર નીચે પ્રમાણે છેઃ—પ્રતિષ્ઠાનપૂર નિવાસી ભદ્રબાહુ અને વરાહમિહિર એ બન્ને ભાઇઓ જૈન સાધુ થયા હતા. તેમના ગુરૂ યોાભદ્રે પેાતાના અવસાન પહેલાં સંભૂતિવિજય અને ભદ્રબાહુને પેતાના પછી આચાર્ય પદના અધિકારી નિમ્યા. એ પદને માટે વરાહમિહિરે આશા રાખી હતી, પરંતુ તેમાં નિરાશા મળવાથી ક્રોધાયમાન થઇ તેણે જૈનધર્માંના ત્યાગ કર્યો. પછીથી પોતાના જ્યાતિષશાસ્ત્રના જ્ઞાનથી તેણે લોકેામાં ઘણી પ્રતિષ્ઠા મેળવી અને તે પ્રતિષ્ઠાને એક કલ્પિત કથા ફેલાવી ખૂબ–પ્રબળ બનાવી. · મારી ભક્તિથી સૂર્યદેવ મારા ઉપર પ્રસન્ન થઈ, મને પેાતાના વિમાનમાં બેસાડી જ઼્યાતિ શ્ડલમાં લઈ ગયા હતા અને ત્યાં સર્વ નક્ષત્રાદિકની ગતિ વગેરે તેમણે મને પ્રત્યક્ષ બતાવી છે. આવી રીતે ભેાળા લેાકેાની આગળ તે પેાતાની બડાઇ મારવા લાગ્યા, અને તેને લીધે ખુદ રાજાને પણ તે સારા કૃપાપાત્ર બની ગયા. પેાતાની આવી લાગવગના જોરે, તેણે જેનાને રાજાના સન્માનથી વ ંચિત બનાવ્યા. અંતે ભદ્રબાહુ સધર્મી બની સહાયે આવ્યા અને જ્યોતિર્વિદ્યાના પેાતાના ઉત્કૃષ્ટ જ્ઞાનથી પોતાના ભાઈને પરાજિત કર્યાં. વરાહમિહિરે ક્રોધ અને માનભંગ ન સહી શકવાના કારણે પ્રાણત્યાગ કર્યા, અને મરીને તે એક દુષ્ટ વ્યતર બન્યા. પછીથી પાતાનુ જીનુ વેર વાળવા તેણે જૈનાના ધરામાં રાગના ઉપદ્રવ શરૂ કર્યા. ભદ્રબાહુએ ઉવસગ્ગહર સ્તેાત્રની રચના કરી, તે વ્યતરને નસાડી મુકી । ઉપદ્રવના નાશ કર્યાં. ત્યાર પછી તેમણે પોતાના નામની સંહિતા રચી.
:
"