________________
સ્થૂલભદ્ર છેલ્લા ચાર પૂર્વેનું જ્ઞાન બીજા કોઈને આપ્યું નહતું, તે ઉપરથી ધર્મષે તેમનું જ્ઞાન અપૂર્ણ માની લીધું હશે અને આ અપેક્ષાએ ભદ્રબાહુનું જ્ઞાન સ્થૂલભદ્ર કરતાં સંપૂર્ણ હેવાથી, તેઓ “અપચ્છિમસયલસુયનાણું” કહી શકાય, પરંતુ આ રીતનો અર્થ કેટલેક અંશે શ્રમસાધિત હોવાથી મને એમ માનવું ઠીક લાગે છે કે પ્રાચીનતર હકિકત અનુસાર ભદ્રબાહુજ છેલ્લા શ્રુતકેવલી હતા; પણ પાછળથી, સ્થૂલભદ્ર--કે જેમના વિષયમાં ઘણું દંતકથાઓ લેકમાં પ્રસિદ્ધ છે તે પણ તેવા પ્રકારના પદવીધર સ્થવિરેની ગણનામાં ગણાવા લાગ્યા હતા.
ધર્મષની ગાથાના પૂર્વાર્ધ ઉપરથી માલુમ પડે છે કે ભદ્રબાહુએ નવમા પૂર્વમાંથી દશક અને વ્યવહારસૂત્ર ઉધૂત કર્યા હતાં. કલ્પસૂત્રની ઘણી ટીકાઓના ઉપોદ્દઘાતમાં આ દશકલ્પ સંબંધી નિર્દેશ થએલે જોવામાં આવે છે. (Stevenson, Kalpasutra. P. 8 sqq.) તે ઉપરથી દશક૯૫ની મતલબ મુખ્યત્વે કરીને કલ્પસૂત્રજ હશે. વ્યવહાર સૂત્ર તે જેનઆગમોમાં ગણાતા છેદોમાંનું એક છેદ છે. ઋષિમડલસૂત્રની વૃત્તિમાં ભદ્રબાહુસ્વામીની કૃતિઓની નીચે પ્રમાણે એક મોટી યાદી આપી છે --
दशवैकालिकस्याचाराङ्गसूत्रकताङ्गयोः । उत्तराध्ययनसूर्यप्रज्ञप्त्योः कलकस्य च ॥ વ્યવહાર્ષિભાષિતાવરનામિવા [3] મા. दशाश्रुताख्यस्कन्धस्य नियुक्तीर्दश सोऽतनोत् ॥ .
तथान्यां भगवांश्चके संहिताम्भाद्रबाहवीम् । “તેમણે દશવૈકાલિક, આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, સૂર્યપ્રાપ્તિ કલક (2) વ્યવહાર, ઋષિભાષિત, આવશ્યક, અને છેવટે દશાશ્રુતસ્કંધની, એમ અનુક્રમે દશ નિર્યુક્તિઓ રચી. ભગવાન ભદ્રબાહુએ આ ઉપરાંત ભાદ્રબાહવી સંહિતા પણ બનાવી હતી. ડો. બુહલરે અત્યાર આગમચ
૧ આ પાઠ અશુધ્ધ છે. આ ઠેકાણે “કલ્પ” એવો પાઠ જોઈએ “કલ્પ” એટલે કલ્પસૂત્ર જેને હાલમાં “બ્રહ૯૫” કહેવામાં આવે છે તે અહિં નિર્દિષ્ટ છે” સંપાદક.