________________
૨૧
લખ્યું છે કે આગની નિર્યુક્તિઓ બધી ભદ્રબાહુની છે. (1. c. p. 6) અને પોતે પણ આચારાંગ નિર્યુકિત અને એનિકિત પ્રાપ્ત કરી છે, એમ જણાવે છે. આગળ ઉપર જણાવીશ કે ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિ નહીં પણ દશાશ્રુતસ્કંધ મૂળજ રચ્યું છે. આ દશાશ્રુતસ્કંધે કેટલીક વખત ભૂલથી કલ્પસૂત્ર મનાય છે. સંહિતાના સંબંધમાં આપણે આગળ ઉપર વિચાર કરીશું. - આ બધી કૃતિઓ ઉપરાંત કલ્પસૂત્રની કથાઓમાંની એક ગાથા અનુસાર ભદ્રબાહુને ઉવસગ્ગહર-સ્તોત્રના પણ પ્રણેતા માનવામાં આવે છે –
उवसग्गहरं थुत्तं काऊण जेण संघकल्लाणं ।
करुणापरेण विहिरं स भद्दबाहू गुरू जयउ ॥ “જે ભદ્રબાહુ સ્વામીએ કરૂણ લાવીને ઉવસગ્ગહર નામનું સ્તોત્ર રચી સંઘનું કલ્યાણ કર્યું છે તેમનો જય થાઓ.’
આ પૃષ્ટની નીચેનોટમાં તે સ્તોત્રનું મૂળ તેમજ ભાષાન્તર આપું છું; અને જો તે ખરેખર ભદ્રબાહુનું જ બનાવેલું હોય તો તે અર્વાચીન વિશાળ જૈન સ્તોત્ર સાહિત્યનો પ્રાચીનતમ નમુનો છે.
ભદ્રબાહુના દેહાવસાનનો સમય, હેમચંદ્રથી માંડીને ઠેઠ અર્વાચીનમાં અર્વાચીન ટીકાકાર સુધીના બધા લેખકે નિર્વિશેષપણે વીર નીવણ સંવત ૧૭૦ માં મૂકે છે. હેમપરિ પર્વ ૯, ૧૧૨ઃ
वीरमोक्षाद्वर्षशते सप्तत्यग्रे गते सति ।
भद्रबाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना ॥ મહાવીર નિર્વાણ પછી ૧૭૦ વર્ષ જ્યારે વીતી ગયાં ત્યારે ભદ્રબાહુ સમાધિપૂર્વક સ્વર્ગે પહોંચ્યા.”
મારે અહિં કહેવું જોઈએ કે બધા શ્રુતકેવલિઓની મિતિઓ આપવામાં ૧:ઉવસગ્ગહર-સ્તોત્ર જૈન સમાજમાં ઘણું જ પ્રસિદ્ધ અને સર્વત્ર સુલભ હેવાથી તે અત્ર આપ્યું નથી.
સજા ક.' '