________________
ભક્તિના વીસ દોહરા કારણ છે. ભલે પુણ્યનો બંધ થાય છે, તેનાથી ગતિ સારી મળે છે, બધી અનુકૂળતા મળે છે અને દેવ-ગુરુ-ધર્મનો યોગ પણ એનાથી પ્રાપ્ત થાય છે. એ જરૂરી છે, પણ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો એક માત્ર શુદ્ધ ભાવ, શુદ્ધોપયોગ જ છે. તો ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! મારામાં શુદ્ધ ભાવ નથી. ભક્ત પોતાના દોષોની નોંધ કરે છે, ભગવાન પાસે તે પ્રગટ કરી પોતે અંદરમાં જાગૃત થાય છે કે મારામાં જે શુદ્ધ ભાવ નથી તે શુદ્ધ ભાવ પ્રગટ થયા વગર મારા આત્માનું સાચું કલ્યાણ નથી. ભગવાને જેવો શુદ્ધ ઉપયોગ પ્રગટ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી એવો શુદ્ધ ઉપયોગ હું પ્રગટ કરીશ ત્યારે જ મને મોક્ષની પ્રાપ્તિ થશે. ભગવાને ધ્યાનમાં પોતાના સ્વરૂપનો આશ્રય કરીને શુદ્ધ ઉપયોગ પ્રગટ કર્યો છે અને વર્તમાનમાં પણ અખંડપણે પોતે પોતાના સ્વરૂપમાં લીન છે. સ્વરૂપના આશ્રયમાં જ એમનો ઉપયોગ અખંડપણે લીન રહ્યો છે. એક સમય પણ ઉપયોગ એમનો બહિર્મુખ થતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે,
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવણ.
–શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -ગાથા - ૧૧૩ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૪૨ આવી દેહાતીત દશા એટલે જ શુદ્ધોપયોગ.
ભક્તનું એવું લક્ષ હોય છે કે મારે શુદ્ધ ભાવ પ્રગટ કરવો છે. ભલે અત્યારે એક અંશ પણ પ્રગટ થયો નથી પણ મારે સંપૂર્ણ શુદ્ધોપયોગ પ્રગટ કરવો છે. આ પ્રકારની ભાવનાથી તે ભક્તિ કરે છે. એટલે પહેલા જ દોષમાં કહે છે કે શુદ્ધ ભાવ મુજમાં નથી. એટલે કે સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રમય ભાવ મારામાં નથી અને એ ભાવ વગર મોક્ષ થતો નથી. શ્રી ઉમાસ્વામી આચાર્યએ કહ્યું છે, . सम्यग्दर्शनज्ञानचारित्राणिमोक्षमार्गः ।
– શ્રી તત્ત્વાર્થસૂત્ર - અ.- ૧ - સૂત્ર - ૧ સમ્યગદર્શન એટલે આત્માની અનુભવાત્મક શ્રદ્ધા, સમ્યફજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને સમ્યફચારિત્ર એટલે આત્મસ્વરૂપમાં રમણતા. આ ત્રણની એકતાને શુદ્ધોપયોગ કહેવાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,