________________
૧૮
સૈકાઓ પછી રચાએલું શ્રીહેમચંદ્રનું પરિશિષ્ટ પર્વ પણ બીજા વિભાગમાં અંતર્ભત થાય છે. ત્રીજા વર્ગમાં કલ્પસૂત્રની વધારે અર્વાચીને ટીકાઓમાં આવતી કથાઓ, પદ્મમંદિરગણિ રચિત ઋષિમણ્ડલસૂત્ર વૃત્તિ (આવૃત્તિ સંવત ૧૫૧૩ માં જેસલમેરમાં સમાપ્ત થએલી છે.) આદિ બીજા ગ્રંથે મૂકવામાં આવ્યા છે.
વિરાવલી અનુસાર મહાવીર પછી ભદ્રબાહુ છઠ્ઠા સ્થવિર છે. તેમના ગોત્રનું નામ “પ્રાચીન છે. પ્રાચીન એ શબ્દ ઘણું કરીને “જાનું” એવા અર્થમાં વપરાએલે છે. કારણ કે આ નામનું ગોત્ર ભારતવર્ષના બીજા કોઈ ગ્રંથમાં જોવામાં આવતું નથી. ભદ્રબાહુ યશભદ્રના શિષ્ય હતા. અને કલ્પસત્રની વિસ્તૃત સ્થવિરાવલીમાં બતાવ્યા પ્રમાણે તેમને (ભદ્રબાહુને) ગોદાસ, અગ્નિદત્ત, જનદત્ત, અને સોમદત્ત નામના ચાર શિષ્યો હતા. એમાંના પહેલાએ ગોદાસ નામે ગણુ સ્થાપ્યો હતે.
ઋષિમણ્ડલસૂત્રમાં ભદ્રબાહુની એકજ ગાથા વડે સ્તુતિ કરેલી છે, પણ તેમના ઉત્તરાધિકારી સ્થૂલભદ્રની સ્તુતિ વીસ ગાથાઓમાં કરવામાં આવી છે. ભદ્રબાહુની સ્તુતિગાથા નીચે પ્રમાણે છે –
અનિષ્કટક પાયા ઉપર ઉભી થએલી હોવાથી, તેના સંબંધમાં પણ વધારે વિવેચન કરવાની જરૂર નથી. શત્રુંજયમાહાઓ જેને ડે. બુહલર “ બારમા અગર ચોદમા સૈકાના કોઈ એક વ્યક્તિને કંગાલ કૂટ લેખ ” કહે છે ( Three meo Edicts of Akota, p. 21. Tote ) તેમાં પણ વિક્રમ પહેલાં ૪૭૦ મા વર્ષમાં મહાવીર નિર્વાણ પામ્યા એવી ચાલતી આવતો હકિક્ત આપેલી છે. પણ વેબરે અગર લેસને આ અગત્યના કથન ઉપર કાંઈ પણ લક્ષ્ય આપ્યું નથી. તેનું કારણ કદાચિત તેમના વખતમાં બીજા ધર્મોના મુકાબલામાં જૈન ધર્મ એ એક અર્વાચીનજ ધર્મ છે, એમ જાણે કે સિધાન્ત મનાઈ ગયું હોય તેમ લાગે છે. પરંતુ આ દુરાગ્રહ છેલ્લાં વીસ વર્ષોમાં, જે વિશાલ પ્રમાણમાં જૈન સાહિત્ય આપણને મળ્યું છે તેની આગળ, હવે ટકી શકે તેમ નથી. ડૉ. બહલરને આપણે ઉપકાર માનવો જોઈએ કે જેમણે સમગ્ર જૈન સાહિત્ય યુરોપીય વિદાનોની આગળ લાવી મૂકયું છે; અને તેમ કરી અપૂર્ણ અને શંકાશીલ મૂળોમાંથી જૈનધમ સંબંધી હકિકતો મેળવવાના સંકટમાંથી આપણને મુક્ત કર્યા છે.