________________
પિત્રાંક-૬૮૯ છે. લાભનો તો પ્રશ્ન જ નથી. તે મૂછનું કાંઈ ફળ નથી.
“સંસારમાં ક્યારેય પણ....” કોઈપણ જીવને “શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી...' થવું નથી એટલે થયું નથી અને થવાનું પણ નથી. આ પ્રસંગ તો એટલો બધો વાસ્તવિકપણે સર્વ જીવોને અનુભવગોચર થાય છે કે અન્યમતમાં પણ આ વૈરાગ્યના વિષય ઉપર ઘણી વાતો આવી છે. જોકે આખો બૌદ્ધમત આના ઉપર ચાલ્યો છે. જે ગૌતમબુદ્ધ થયા એણે જે મૃત્યુ, જરા, રોગ એ ત્રણ-ચાર પ્રસંગો એવા જોયા કે જીવ અશરણ છે હવે. આમાં આને કોઈ શરણ થાતું નથી. એના ઉપર આખો એક સંપ્રદાય ઊભો થઈ ગયો છે. એટલો બધો વાસ્તવિક પ્રસંગ છે કે એમાં કોઈની બુદ્ધિ ન કામ કરે એવું છે નહિ. કોઈને “શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી....'
અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી.” મૂછ-મોહ જે થાય છે એ કેવળ અવિચારીપણું છે અથવા વાસ્તવિકતાથી દૂર કોઈ કલ્પનામાં રહેતા એ પ્રકારનો વ્યામોહ છે, બીજું કાંઈ નથી. વાસ્તવિકતા કોઈ જુદી છે. વાસ્તવિકતા કહો કે વસ્તુનું સ્વરૂપ કહો. એ આખું જુદું જ છે. એટલે “અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો.” એ મોહનું શું ફળ છે ? બીજો તો લાભ નથી પણ જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે,...” પ્રત્યક્ષ તો એ દુઃખદાયક જ છે. ભવિષ્યમાં પણ એ નવા જન્મ-મરણનું કારણ છે, પરિભ્રમણનું એ કારણ છે. દુઃખ અને ક્લેશનું બીજ છે,.... ઘણાં દુઃખો ઉત્પન્ન થવાનું એ બીજ છે. એમાંથી બધા દુઃખ પાંગરશે.
તેને શાંત કર, તેનો ક્ષય કર.” એવા ક્લેશને શાંત કરવા યોગ્ય છે અને એ ક્ષય કરવા યોગ્ય છે. પ્રસંગ બન્યો છે ને ? યુવાન ઉંમરની અંદર “માણેકચંદભાઈનો દીકરો “સુંદરલાલ કરીને છે એનો દેહત્યાગ થયો છે. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી. આ સિવાય કોઈ જગતમાં બીજો આત્માને કલ્યાણકારી ઉપાય નથી. બીજી રીતે કોઈ રીતે જીવનું હિત થાય એવું નથી. મોહ કરે, મૂછ કરે અને ઘણો વળગે એથી એને સુખ થાય એ કોઈ રીતે બની શકે એવું નથી પણ સંયોગમાં તો સુખની મીઠાશ ઘણી લાગે છે. ત્યારે જ એ દુઃખનું બીજ વાવ્યું છે. જ્યારે એ સંયોગમાં સુખની મીઠાશ વેદી છે ત્યારે જ ભાવી દુઃખનું બીજ બરાબર વાવી દીધું છે.