________________
૨૪
રાજહૃદય ભાગ-૧૪ એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી...' આત્માને ભાવીને. આત્મસ્વરૂપની ભાવનામાં રહીને. સ્વરૂપપ્રાપ્તિની ભાવનામાં રહેવું તે ભાવિતાત્મતા કહેવાય છે. આત્માને ભાવીને. ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ...” કરવો, વૈરાગ્યને દઢ કરવો, નિશ્ચલ કરવો. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકાર ભાસે. છે. વસ્તુનું સ્વરૂપ હોવાથી જો યથાર્થપણે વિચાર કરે એ તો આવું ભાસે. એ તો વાસ્તવિક છે. પણ જીવનો મોહ જ્યાં સુધી છૂટતો નથી ત્યાં સુધી એ વાસ્તવિકતાને પણ ગણકારતો નથી, અવગણે છે.
હવેનો જે વિષય છે એ એવો લીધો છે કે ખરેખર જીવને આ મૃત્યુ છે, મૃત્યુનું અશરણપણું છે, સંયોગનું અનિત્યપણું છે એટલે તો જીવ પરમાર્થ કલ્યાણ બાજુ વળે છે. નહિતર તો વળત જ નહિ, એમ કહે છે. સંસારની મોહનીય એવી છે કે જીવને કોઈ રીતે પોતાનું કલ્યાણ સૂઝે નહિ. એવિષય હવે લેવો છે.
આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો.... આ દેહસંબંધ તો છે અને એ સંબંધ હોવાથી જો આ જીવને મૃત્યુ ન આવતું હોત, મૃત્યુન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. એક તો ઊગતી ઉંમર હોય. અને એમાં પાછા એક પછી એક સફળતાના શિખરો સર કરતો જતો હોય. જે કામ હાથમાં લે એમાં સવળું પડે... જે કામ હાથમાં લે એમાં સવળું પડે. પછી એને એ કામ સિવાય બીજું સૂઝે શું ? એ તો કહો. બીજું કાંઈ એને સૂઝે નહિ.
આ જીવને દેહસંબંધ હોયને...” કદાચ મૃત્યુ ન હોત અને દેહ શાશ્વત રહેવાનો હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં.' તો તો એ સંસારમાં એટલો રચ્યોપચ્યો અને મચ્યો એટલો બધો રહેત કે એને ક્યાંય બીજે વૃત્તિ જોડવી એ વિકલ્પ જ ન આવત. અમસ્તો પણ હજી આ તો મૃત્યુ જોવે છે ને બાર મહિનામાં એક વાર, બે વાર, પાંચ વાર સ્મશાનગૃહે જાવું પડે છે તોપણ જેને હજી નશો ચડે છે એને તો હજી પણ ઉતરતો નથી. એને નશો કહે છે.
સંયોગોની વૃદ્ધિ કરવી, સંયોગો સુધારવા એનો જેને નશો ચડી જાય છે એ નશામાં તો હજી બહુભાગ જીવો તો બહાર નીકળતા નથી. એને વૃત્તિ બીજે