________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સુષ્ટિ ક 29. અર્થમાં સ્તોત્ર શબ્દની યોજના કરી છે.
આભારવચન, ઈશ્વરની વાણી અને પ્રાર્થના એવો ઉલ્લેખ પાઉલોના અંતિમ શબ્દોમાં હતો. આ બધા સમાનાર્થી શબ્દો ધાર્મિક સાધનાનું એક અગત્યનું અંગ છે, અને તેનો આગ્રહ અને પ્રતિષ્ઠા પણ ખ્રિસ્તી દર્શનમાં છે અને તે છે પ્રાર્થના સ્તોત્ર, સ્તુતિ, પ્રભુનું ધ્યાન, તેની વિનંતી, તેનો આભાર, તેની વાણી-સંસર્ગ, પ્રભુ-સન્મુખ લઘુતા, ન્યૂનતા, દીનતાથી હૃદયપૂર્વક થયેલી અરજ અને યાચના. ક્યારેક ધર્મ અને સદાચારપૂર્ણ કાર્ય અઘરું પણ બની શકે છે. તેવે સમયે ધર્મનું એક મહત્ત્વપૂર્ણ અંગ આપણા હાથમાં એક સરળ અને ઉપાય સમર્થ સાધન મૂકે છે અને તે છે, પ્રાર્થના-સ્તોત્ર-સ્તુતિ.
ખ્રિસ્તી ધર્મના મસીહા ઈસુ પ્રાર્થના કરતા : “ઈસુએ આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાળી." બીજે દિવસે પરોઢિયે ઈસુ ઊઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા. “ઈસુ પર્વત ઉપર પ્રાર્થના કરવા ગયા” ઈસુએ પોતાના જાહેર જીવનની શરૂઆતમાં રણમાં રહીને ચાળીસ દિવસ પ્રાર્થનામાં ને તપમાં ગાળ્યા હતા. યહુદીઓ (જ) સ્તોત્રઃ
જ્યારથી પ્રાચીન ખ્રિસ્તી સમાજને અનેક દેશોમાં ફેલાવી દેવામાં આવ્યો ત્યારથી પ્રવાસી યહૂદીઓ પોતાની ઇબ્રાની ભાષાની સાથે અન્ય ભાષાઓનો પ્રયોગ કરવા લાગ્યા. એમના વિશાળ ધાર્મિક સાહિત્યમાં કેટલીક રચનાઓ અરામી અને પ્રાચીન યૂનાની ભાષામાં ઉપલબ્ધ છે. ઈ. સ. પૂર્વે ત્રીજી સદીથી લઈને પહેલી સદી દરમ્યાન યૂનાની ભાષા-ભાષી યહૂદીઓએ પોતાનાં શાસ્ત્રોનો એક બૃહદ યૂનાની અનુવાદ તૈયાર કર્યો જેને સત્તર અનુવાદકોની પરંપરાગત સંખ્યાના કારણે સપ્તતિ અનુવાદ' કહેવાય છે. અનેક પ્રભુભક્ત, ગેરયહૂદી પણ, ધર્મશાસ્ત્રનાં નૈતિક મૂલ્યોથી પ્રભાવિત હતા અને આ અનુવાદને મહત્ત્વ આપતાં હતાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનકાળ પછી એમના શિષ્ય પ્રાયઃ આ જ યૂનાની અનુવાદને ભણતા હતા.
લગભગ ઈ. સ. ૯૦માં યહૂદી ધર્મગુરુઓએ ધર્મશાસ્ત્રોની એક ગ્રંથસૂચિ બનાવી જેને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવી :
(૧) વ્યવસ્થાગ્રંથ, (૨) નબી ગ્રંથ, (૩) રચનાઓ અથવા પુસ્તકો.
પરંતુ આ ત્રણ વિભાજનવાળા નિર્ણયથી યૂનાની ભાષા-ભાષી યહૂદીઓને માટે સમસ્યા ઊભી થઈ, કારણ કે બૃહદ યૂનાની અનુવાદમાં આ સિવાયના અનેક બીજા ગ્રંથો મળે છે, જેનો યહૂદી ધર્મગુરુઓએ પ્રાથમિક સૂચિમાં સમાવેશ કર્યો નથી. યૂનાની અનુવાદમાં આ પ્રમાણે મળે છે :
(૧) તોબીત (૨) યહૂદી શેષ અસ્તર, (૩) મક્કાબિયનો પહેલો ગ્રંથ, (૪) મક્કાબિયોનો બીજો ગ્રંથ, (૫) પ્રજ્ઞા ગ્રંથ, (૬) પ્રવક્તા ગ્રંથ, (૭) બારુક (જેમાં યિર્મેયાહના પત્રનો પણ સમાવેશ થયેલો