________________
રાજહૃદય ભાગ-૧૪ થતું કોઈ જીવ રોકી શકે નહિ. તેથી તેનું તુચ્છપણું દેખીને તેમ જ અન્યત્વપણું દેબીને...” ભિન્નપણું દેખીને કે, આ સંયોગો છે એ સંયોગપણે છે ત્યારે પણ ભિન્ન જ છે. પછી વિયોગપણે કેમ વિયોગ થયો? એનું અસમાધાન થવાનો પ્રશ્ન રહેતો નથી.
ગુરુદેવશ્રી' બહુ સુંદર શૈલીમાં એક વાત એમ કહેતા કે, ભાઈ ! આ દેહ તારા સંયોગમાં રહ્યો છે ને ? અત્યારે જે તને તારા સંયોગમાં આ દેહ ભાસે છે તે અત્યારે પણ તારો થઈને રહ્યો નથી એમ જોને. ભલે સંયોગમાં અવશ્ય રહ્યો છે પણ તારો થઈને રહ્યો છે એમ છે જ નહિ. તું જો તો એમ નથી. માટે જેમ છે એમ તું જો કે તારો થઈને એ રહ્યો નથી.
તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને... ભિન્નપણું દેખીને. ભિન્નપણે દેખતા ભિન્ન પદાર્થના ઉચાટ નથી થતા. ભલે સંયોગ હોય ત્યારે પણ ઉચાટ ન થાય અને વિયોગ થાય ત્યારે પણ એની કોઈ ચિંતા નથી થતી.
મુમુક્ષુ -આ શરીરથી જ બધી મમત્વની ધરી ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી – બસ ! એ અધિકરણ છે. જીવે એનો આધાર લીધો છે કે મારી સત્તા શરીર જેટલી છે. શરીર છે ત્યાં સુધી હું છું, શરીર નથી એટલે હું નથી. એટલે એના આધારે એનું અધિકરણ એને બનાવીને આખા સંસારચક્રની ધરી છે. દેહ છે તે આખા સંસારચક્રની ધરી છે એમ કહેવાય છે. જેમ ગાડું પૈડાથી ચાલે છે પણ ધરી વગરનું પૈડું ગાડાની સાથે ન ચાલે. એ ગાડું ચાલે નહિ. એ શાસ્ત્રમાં આવે છે (કે) એને ધરી બનાવી છે. એના આધારે આખું ગાડું ચાલે છે.
તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે. જ્યારે આ બધા પડખાં જોવે ત્યારે જીવને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર,....” આવો પ્રતિબોધ થાય છે. પ્રતિબોધ કેવો થાય છે ? કે હજી પણ જો તને મૂછ વર્તતી હોય. આ સંસારના જે કાંઈ ઉદયપ્રસંગો છે, સંયોગના પ્રસંગો છે, એ પ્રસંગોમાં ઉદયાદિ ભાવે એ મારા ઉદય છે, આ ઉદય મને આવો આવ્યો છે. એવી રીતે તને કાંઈપણ મૂછ વર્તતી હોય તો એનો ત્યાગ કર, એનું ભિન્નપણે જો, એનું અશરણપણે જો. અને એ મૂછનું કાંઈ ફળ નથી. કાંઈ ફળ નથી એટલે કોઈ લાભ નથી. ઉલટાનું નુકસાન