________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩-૪– ભવ.] કપિલને મેળાપ.
૧૩ ચક્રવર્તીમાં પહેલા અને મારા પિતામહ (દાદા) તીર્થકોમાં પહેલા. એ પ્રમાણે કુલનું અભિમાન કરવાથી તેમણે નીચગેત્ર નામનું કર્મ ઉપાર્જન કર્યું.
ભગવંત ઋષભદેવના નિર્વાણ પછી પણ મરિચિ સાધુઓની સાથે વિહાર કરતા, અને ભવ્ય જનેને બોધ કરી કરીને સાધુઓની પાસે (દીક્ષા) માટે મેકલતા હતા. એક વખત મરિચિ વ્યાધિ ગ્રસ્ત થયો, તે વખતે આ સંયમી નથી, એમ જાણી પિતાને તેની સારવાર કરવા અધિકાર નથી એવું ધારી બીજા સાધુઓએ તેની સારવાર કરી નહિ. તેથી ગ્લાની પામી મરિચિ મનમાં ચિંતવવા લાગે કે-અહે ! આ સાધુઓ કે જેઓ દાક્ષિણ્ય વગરના, નિર્દય, સ્વાર્થમાં જ ઉદ્યમી અને લેકવ્યવહારથી વિમુખ છે, તેમને ધિક્કાર છે. હું કે જે તેમને પરિચિત, નેહવાળે અને એકજ ગુરૂને દીક્ષિત તેમજ વિનીત છું, તેનું પાલન કરવું તે દૂર રહ્યું; પણ તેઓ સામું પણ લેતા નથીએમ તેમના દુષણ જેવા લાગે. સામાન્ય રીતે જીવને પિતાના અવગુણ અને પારકાના ગુણના વિચાર આવતા નથી.” તેથી મરિચિ જેવા સ્વચ્છેદ ચણીને દુખના વખતે એવા વિચાર આવે ! તેમાં નવાઈ નથી. વળી તેના મનમાં આવ્યું કે તેમના આચારથી મારો આચાર ભિન્ન છે. હું શુદ્ધાચારનું પાલન કરતા નથી, તેથી મહારા જેવાની પરિચર્યા તેઓ શી રીતે કરે? માટે આ વ્યાધિમાંથી હું મુક્ત થાઉં ! તો પછી મારી સેવા કરે તે એક શિષ્ય કરું. આ પ્રમાણે ચિંતવતે ભાગ્યવશાત્ સારો થયે.
એક વખતે તેને કપિલ નામે કેઈ કુલપુત્ર મ. તે ધર્મને અથ હતા, તેથી તેણે મરિચિને ધર્મનું સ્વરૂપ પૂછયું. તે ઉપરથી મરિચિએ ભગવંતે કહેલે આહંતધર્મ કડી સંભળાવ્યું. ત્યારે કપિલે તેને પુછ્યું કે તમે પોતે આ ધર્મ કેમ પાળતા નથી? મરિચિએ કહ્યું કે-હું તે ધર્મ પાળવાને અશક્ત છું. કપિલે કહ્યું કે ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી? આ પ્રશ્નનથી આ
For Private and Personal Use Only