________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩-૪ ભવ. ] મરિચિના નવા વેષની કલ્પના.
૧૧ ત્યાગ કરવાથી લકમાં હાંસી થશે, માટે એવા કેઈ ઉપાયની
જના કરવી જોઈએ કે કાંઈક વ્રત પણ રહે અને આ શ્રમ યાને કષ્ટ પડે નહિ. કષ્ટથી કાયર થએલા મરિચિમુનિ ભગવંતની આજ્ઞા અને મહાવ્રતાના અંગીકાર કરવા વખતે લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કરવાને તૈયાર થયા. તેમણે પોતાની બુદ્ધિ કલ્પનાથી નવીન માર્ગ શોધી કાઢ અને પિતાના મનથી નક્કી કર્યું કે-આ શ્રમ –મન, વચન, અને કાયાના ત્રિદંડથી વિરકત છે, અને હું તે દંડથી જીતાચેલે છું, તેથી મારે ત્રિદંડનું લાંછન થાઓ. સાધુએ કેશના લોચથી મુંડ છે, અને હું તે શસ્ત્રવિડે કેશને મુંડાવવાવાળે તેમજ શિખાધારી થાઉં. વળી આ સાધુએ મહાવ્રતધારી છે અને હું અણુવ્રતધારી થાઉં. આ મુનિએ નિકિંચન છે, અને હું મુદ્રિકાદિક પરિગ્રહધારી થાઉં. મુનિએ મેહ રહિત છે, હું અનેક મોહવડે આચ્છાદિત હવાથી છત્રવાળે થાઉં. આ મહર્ષિએ ઉપાનહ (જેડા) રહિત વિચરે છે, પણ હું તે ચરણની રક્ષાને માટે ઉપાન રાખીશ. આ સાધુએ શીળવડે સુગંધી છે અને હું શાળવડે સુગંધી નથી, તેથી મારે સુગંધને માટે શ્રીખંડ-ચંદનનાં તિલક થાઓ. આ મહર્ષિએ કષાય રહિત હેવાથી વેત અને જીર્ણ વધારી છે, તે કષાયધારી એવા મારે કષાય (રંગેલાં) વસ્ત્ર છે. આ મુનિઓએ તે ઘણું જીવોની વિરાધનાવાળા સચિત્તજળને આરંભ ત છે, પણ મારે મિતજળથી નાનપાન થાઓ. આ પ્રમાણે પિતાની મતિએ નક્કી કરી, લિંગને નિર્વાહ કરવા નવિન વેષની રચના કરી ત્રિકંઠે સંન્યાસ ધારણ કર્યો.
મરિચિને આવે નવીન વેષ જોઈ લો કે તેમને ધર્મ પૂછતા હતા, ત્યારે તે ભગવંતે કહેલા સાધુધર્મને કહેતા હતા. જોકે તેને પુનઃ પૂછતા કે તમે તેવા સાધુ ધર્મને કેમ આચરતા નથી ? ત્યારે તે કહેતા હતા–મેરૂના ભાર જેવા સાધુ વર્મનું પાલન કરવાને
* અહિં, અણું –એ શ્રાવકના વનની અપેક્ષાથી નહિ, પણ મહાવતની અપેક્ષાથી અણુવ્રતધારીની તેમણે કલ્પના કરેલી જણાય છે.
For Private and Personal Use Only