________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૨ શ્રી ઋષભદેવ ભગવંતને કેવળજ્ઞાન પ્રગટ થયું, ત્યારે દેએ પ્રથમ સમવસરણની રચના કરી, તેમાં બેસી ભગવંત દેશના (ઉપદેશ) દેતા હતા, ત્યાં પિતા અને બીજા ભાઈઓની સાથે મરિચિ પણ તેમના દર્શનાર્થે ગયા હતા. દેવતાઓએ કરેલે પ્રભુને મહિમા જોઈ અને ધર્મ સાંભળીને તેમને વૈરાગ્ય થયે. તેથી તેમણે પ્રભુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. યતિધર્મનું જાણપણું કર્યું. વૈરાગ્યભાવને વધતી ચાલી, પિતાના શરીરમાં પણ નિસ્પૃહ થયા, ત્રણ ગુપ્તિ તથા પંચ સમિતિ પાળવા સાથે કષાયને વજેતા યતિધર્મનું પાલન કરતા; તેમજ સ્થવિર સાધુઓની પાસે અગીઆર અંગને અભ્યાસ કરતા; શ્રી ઇષભ પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અને એ પ્રમાણે ઘણું કાળ સુધી વિહાર કર્યો.
એક વખત ગ્રીષ્મઋતુ આવી, તે સમયે સૂર્યનાં કિરણે અતિતપવાથી પૃથ્વીની રજ ઘણી તપી હતી, એવી તપેલી પૃથ્વીમાં મુસાફરી કરનારાઓના સર્વાગ તપીને ગરમ ગરમ થઈ જતાં હતાં. તપેલી પૃથ્વી ઉપર ચાલનારાઓ તેમાં પણ પગરખાં રહિત ને ઉગ્રતા અનુભવાય તે સહજ છે. આ સમયમાં ભગવંતની સાથે વિહાર કરતાં એક વખત મરિચિ મુનિનું શરીર અતિશય તપી ગયું. પશીનાથી વસ્ત્ર ભીજાઈ ગયાં, તૃષા પણ ખુબ લાગી; એ પ્રમાણે તાપ અને તૃષાને પરિસહ એક સાથે થયે, તે સહન કરવાને તેઓ અશક્ત થયા. ચારિત્રમેહનીય કમેં ઉછાળે માર્યો, વિચાર મલિન થયા અને સ્વચ્છેદાચરણ આચરવાની વૃત્તિ થઈ, દુખે વહન થઈ શકે એવા ચારિત્ર ધર્મના પાલન માટે પિતાને નિર્બળ માનવા લાગ્યા. “મન ભાગ્યું તેનું સૌ ભાગ્યું,” એ કહેવત પ્રમાણે તેમનું મન બદલાયું, નિર્બળતાના વિચારે એ જેર કર્યું. તે પોતાના પતિત મન સાથે વિચાર કરવા લાગ્યા કે મેરૂ પર્વતની જેમ વહન થઈ શકે નહિં તેવા આ સાધુપણાના ગુણોનું પાલન કરવાને હવે હું સમર્થ નથી. કારણકે-હુતે નિર્ગુણ અને શરીરસુખની આકાંક્ષાવાળ છું. અને આ વ્રતને ત્યાગ પણ હવે શી રીતે થાય? તેને
For Private and Personal Use Only