________________
-
૧૭
બન્ને સમકાલિન હતા, એમ ઉપરની નેધથી સ્પષ્ટ જણાય છે. આ નેધ મહાવીર નિર્વાણની જે તારીખ આપણે શોધી કાઢી છે તેની સત્યતા સ્થાપિત કરવામાં પૂર્ણ સહાયક થાય છે.* - હવે હું કલ્પસૂત્રના લેકવિશ્રુત લેખક ભદ્રબાહુના સંબંધમાં જેને શું કહે છે તે વિષય ઉપર આવું છું. આ સ્થવિરના સંબંધમાં જે થોડી ઘણી સત્ય હકિકતો છે તે પણ અનૈતિહાસિક દંતકથાઓ સાથે એટલી બધી સેળભેળ થઈ ગઈ છે કે જેથી તેમને તારવી કાઢવાનું કામ અશક્ય થઈ પડયું છે. તેમ છતાં પણ ભદ્રબાહુ સંબંધી દંતકથાઓનું ઐતિહાસિક મૂળ શોધી કાઢવા માટે પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. આ કાર્ય માટે મેં જે પુરાવાઓની મદદ લીધી છે તેમને કાલક્રમાનુસાર ગોઠવવા જોઈએ. અને તેથી તે સવના હું નીચે પ્રમાણે ત્રણ વર્ગો પાડું છું. પહેલા વર્ગમાં ક૯પસૂત્રમાં આપેલી બે સ્થવિરાવલીઓ તથા આવશ્યકસૂત્ર અને નન્દીસૂત્રની શરૂઆતમાં આપેલી સ્થવિરાવલી મૂકું છું. બીજા વર્ગમાં, ધર્મઘોષના ઋષિમણ્ડલસૂત્રને મૂકું છું. આ બધા ગ્રંથો વી. નિ. ૯૮૦ પછીના છે. આનાથી ઘણાં
* ઉપરની કાળગણના સંબંધી તપાસને હવે સમાપ્ત કરી, જનોના પ્રાદુર્ભાવનો સમય નકકી કરવા માટે મારી પહેલાંના લેખકે એ જે પ્રયત્નો કર્યા છે તેમના સંબંધમાં થોડા શબ્દો લખવા યોગ્ય ધારું છું. આ લેખકોને જૈન ધર્મની ઉત્પત્તિ નિશ્ચિત કરવામાં ઘણું જ અપૂર્ણ માહીતી મળી હતી, અને તેથી તેમના પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે; એટલુ જ નહીં પણ કાલગણના સંબંધી શોધમાં તે મોટા વિનરૂપ થઇ પડ્યા છે. પ્રો. વેબરે, વી. નિ. ૯૮૦ માં ધ્રુવસેન રાજાની આગળ કલ્પસૂત્ર વાંચવામાં આવ્યું હતું તે હકિત, અને શિલાદિત્ય જે વી. નિ. પછી ૯૪૭ માં રાજ્ય કરતો હતો તેવી દંતક્રથાવાળી હક્તિ, એ બન્ને સેળભેળ કરી, તેના ઉપરથી મહાવીર નિર્વાણની તારીખ ઇ. સ. પૂર્વે ૩૪૯ નક્કી કરી છે. પ્રો. વેબરની ગણનાની પાયાભૂત આ બને તારીખે જે ખરી હોય-જે કે તે વિષયમાં મને તે ગંભીર શંકાએ છે–તો પણ ઉક્ત નેધોમાં ત્રણ ધ્રુવસેનામાંનો કયો ધ્રુવસેન અને છ શિલાદિત્યમાંનો કયો શિલાદિત્ય લેવાનો છે, તે નક્કી કરવું અશક્ય છે. આ અનિશ્ચય ઉપરાંત, વલ્લભીવંશની કાલગણના ઉપર છે. વેબરે પોતાની ગણત્રી ઉભી કરી છે તેનો જ હજી તે નિર્ણય થયો નથી. પ્રો. વેબરના સિદ્ધાન્તની ( Id. Alt. IV. p. 762 sqq.) ટીકા કરતી પ્રો. લેસનની દલીલો પણ તેના જેવાજ,