________________
૨૧
પત્રાંક-૬૮૯
‘એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂછભાવ પ્રત્યયી ખેદને શમાવે છે....” એ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂછભાવ પ્રત્યયી પેદને શમાવે છે, ખેદને શમાવે છે એનો અર્થ એ છે કે, મૂછ કરવા યોગ્ય નથી. એવું વિચારવાનપણું એની અંદર છે કે આ પ્રસંગે પણ મૂછ કરવા યોગ્ય નથી. ‘અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે.' જગતમાં તો એ બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. એટલે તેને અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. ખેદનું નિમિત્ત છે એટલે ત્યાં કાંઈ હરખ નહિ કરે. પણ જીવને હિતકારી થાય એવો ખેદ કરશે, અહિતકારી થાય એવો ખેદ નહિ કરે, એમ કહેવું છે. હવે વિચારવાન પુરુષ એ કયા પ્રકારે વિચારે છે?
સર્વસંગનું અશરણપણું.” છે. સર્વસંગનું “અબંધવપણું.” છે. સર્વસંગનું અનિત્યપણું, અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું ...” છે-ભિન્ન છે એમ દેખીને...” સર્વસંગનું અશરણપણું દેખે છે. કોઈ સંયોગો આ જીવને શરણ થાય એવું નથી. કોઈ સંયોગો એને શરણ આપી શકે એવું નથી. અનિવાર્યપણે જીવને મૃત્યુને શરણ થવું જ પડે. બીજા કોઈ સંયોગો એનું રક્ષણ કરી શકે એવું નથી. અબંધવપણું (અર્થાતુ) કોઈ મદદ કરી શકે એવું નથી. એ વિષયમાં કોઈ મદદ પણ કરી શકે એવું નથી કે પાંચ મિનિટ પણ તમને રોકી શકે, ખમી જાવ, મહત્વની વાતો કરી લઈએ એવું પણ કામ આવે એવું નથી. અને સર્વસંગનું અનિત્યપણું છે. જેટલા સંયોગો છે એ સંયોગો બધા જ એનો અંત લઈને જ સંયોગમાં રહેલા છે. અંત પહેલેથી નક્કી થઈ ગયેલો છે. કોઈ સંયોગ નિત્ય રહે અથવા કોઈ સંયોગને વિષે જીવની સંયોગિકપણે નિત્યતા રહે એમ પણ બની શકે એવું નથી. સંયોગ ઊભા રહે અને પોતે ચાલ્યો જાય છે. એનો અર્થ કે સંયોગથી છૂટા પડવું એ વાત નિશ્ચિત થયેલી છે.
અને તુચ્છપણું.” હવે એ દુઃખ તો એટલા માટે થાય છે (કેમકે) એની મહિમા છે. જે સંયોગ છે એનું મહત્વ છે, એનું મમત્વ છે, એની મીઠાશ છે. જે દુઃખ થાય છે એ મીઠાશનો પ્રત્યાઘાત છે. જે તે વ્યક્તિઓના સંયોગમાં રહીને મીઠાશને વેદી છે એ વિયોગકાળે એનો પ્રત્યાઘાત આપ્યા વિના રહે નહિ. નિયમથી દુઃખ ઉત્પન્ન થાય, થાય ને થાય. અનિવાર્યપણે એ દુઃખને ઉત્પન્ન