________________
ધ્યાનલક્ષણ
अंतोमुहुत्तमेत्तं चित्तावत्थाणमेगवत्थुमि ।
छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु ॥३॥
–અર્થાત એક વસ્તુમાં ચિત્તની સ્થિરતા માત્ર એક અંતુમુહુર્ત રહે છે. આ છદ્મસ્થાને હોય છે. વીતરાગ સર્વસને યોગ નિરોધ એ ધ્યાન છે. વિવેચન :
એક ધ્યાન વધુમાં વધુ અંતમુહૂર્ત ટકે છે. આનું માપ આ પ્રમાણે,–પરમ સૂક્ષમ અવિભાજ્ય કાળને “સમય” કહેવાય કેવળજ્ઞાનીની દષ્ટિએ હવે એના વિભાગ ન પડે, ક્ષણ વિપળ વગેરેના તો વિભાગ પડે, પણ સમયના નહિ. એટલે સૌથી ઝીણે એ “સમય” કાળ છે. એવા અસંખ્ય સમયનો એક શ્વાસેર છવાસ-કાળ થાય. હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત અને નિશ્ચિત્ત-સ્વસ્થ મનવાળા પુખ્ત ઉંમરના માણસથી એકવાર શ્વાસ લઈને મૂકાય એમાં જે કાળ લાગે તેને પ્રાણ” કહેવાય. એવા ૭ પ્રાણ=1 ઑક, ૭સ્તક (૪૯ પ્રાણુ) = ૧ લવ, અને ૭૭ લવ (૩૭૭૭ પ્રાણ) = ૧ મુહૂર્ત, અર્થાત ૨ ઘડી (૪૮ મિનિટ). એની અંદરને કાળ એ અંતમુહૂર્ત. એને “ભિન્નમુહૂર્ત” પણ કહેવાય.
ફક્ત આટલા વખત સુધી જ ચિત્ત એક વસ્તુ પર એકાગ્ર સ્થિર રહી શકે, નિષ્ઠમ્પ અવસ્થાન કરી શકે, પછી સહેજ પણ ચલિત થઈને વળી ફરીથી ધ્યાન લાગી શકે; કિંતુ અંતમુહૂર્ત બાદ એમાંથી ચલિત તે થાય જ. અહી “વતું કહ્યું, એ વસ્તુ એટલે જેમાં ગુણ અને