________________
ધ્યાનશક
પ્રવૃત્તિ રાખે છે માટે) મોક્ષ પામે છે.” આ સૂચવે છે કે દવાદિ-ઉપચારના સેવનમાં ઉદ્દેશ આવા પ્રશસ્ત પવિત્ર હોય તે જ આર્તધ્યાન નહિ. પ્રશસ્ત આલંબન કેવી રીતે રાખે? :
મુનિ જુએ છે કે રોગાદિની વેદના વખતે પોતાના નબળા શરીરસંઘયણ અને નબળા મનને લીધે પોતાનાં જ્ઞાનાદિ આરાધનાનાં કર્તવ્ય બરાબર નહિ બજાવી શકે, એમાં ભંગ પડશે, વિરાધના થશે. એ ન થવા દેવા પૂરતું જ “લાવ, ઔષધાદિ સેવી લઉં' એમ કરીને ઔષધાદિ સેવે છે. ત્યાં ઉદ્દેશ પ્રશસ્ત છે, પવિત્ર છે. મનનું લક્ષ એ પ્રશસ્ત કર્તવ્યના પાલનમાં છે. માટે મન આર્તધ્યાનમાં નથી. એ પ્રશસ્ત આલંબને આ ઃ
(૧) પૂર્વપુરુષોએ ભગવાનના શ્રત ને આગમને બીજાએને ભણાવીને આગમ–પરંપરાને અવિચ્છિન્ન વાસે જે આજ મારા સુધી પહોંચાડ્યો છે, એ હું રોગાદિની પીડામાં બીજાને આપી શકતું નથી. એટલે હું ઔષધેપચાર કરી જે શરે સ્વસ્થ થાઉં તે બીજાને આપી શકીશ; અને એ રીતે કતવાર મારી પછી પણ આગળ ચાલુ રહેશે, નહિતર તે મારી બીમારીમાં તે મારી પાસે આ ઋતવારસો વિચ્છેદ પામી જાય. એટલા માટે ઔષધોપચાર કરી લઉં.” આ શ્રતટકાવવું આલંબન, ઉદેશ.