________________
સુકલધ્યાન
૨૮૫
એ પૂર્વેમાં પદાર્થની ઘણું વિસ્તૃત અને સૂક્ષ્મ કેટિની વિચારણા કરવામાં આવી છે. તેથી એના આધારે આ શુકલધ્યાનના પહેલા પ્રકારમાં દ્રવ્યપર્યાયનું સૂક્ષ્મ ચિંતન કરવામાં આવે છે. એ પૂર્વ શાસ્ત્રના જ્ઞાતા જ કરી શકે.
પ્ર–તે પછી, મરુદેવી માતા, ભરત ચક્રવર્તી વગેરે તે એ શાસ્ત્રો ભણેલા નહિ, એમને શી રીતે શુફલ થાન આવ્યું? શુક્લધ્યાન વિના સમસ્ત ઘાતી કર્મોનો ક્ષય અને કેવળજ્ઞાન તે થાય નહિ.
ઉ૦-વાત સાચી, મરુદેવી માતા વગેરે કેવળજ્ઞાન પામેલા તે શુક્લધ્યાનથી જ, પરંતુ એમને એ બીજી રીતે આવેલું. (૧. ધર્મધ્યાનની ઉત્કૃષ્ટતાના બળે, અને ૨. ભાવથી ઉપર ઉપરના ગુણસ્થાનકે ચઢી જવાના પ્રભાવે, એમને જ્ઞાનાવરણીયકર્મને તીવ્ર ક્ષપશમ થવાથી પૂર્વ શાસ્ત્રમાં કહેલ પદાર્થને બોધ પ્રગટ થઈ ગયેલ. એટલે એ “પૂર્વ શાસ્ત્રના શબ્દથી વેત્તા નહિ, કિન્તુ અર્થથી વેત્તા બનીને પછી એના આધારે ગુફલધ્યાન પર ચઢેલા.)
સવિચાર એટલે? | (ગાથા –૭૮) આ પહેલા પ્રકારનું શુફલધ્યાન સવિચાર હોય છે, અર્થાત્ એમાં ચિંતન અર્થ—વ્યંજન–ગમાં એક પરથી બીજા પર “વિચાર” યાને વિચરણવાળું સંક્રમણવાળું હોય છે. “ અર્થ ” એટલે વસ્તુ. “વ્યંજન” એટલે એને બેધક શબ્દ. દા.ત. ઉત્પત્તિ વસ્તુને બેધક શબ્દ “ઉત્પાદ”, “ઉત્પત્તિ', “નિષ્પત્તિ વગેરે. “ગ” એટલે મનેયેગ-વચનગ–
કાગ. એ ત્રણેમાં વિચરણ-સંક્રમણ થાય, અર્થાત્ ધ્યાન અર્થ પરથી