________________
१२४
ધ્યાનશતક
थिरकयजोगाणं पुण मुणीण झाणे सुनिच्चलमणाणं । गामंमि जणाइण्णे सुण्णेरणे व, न विसेसे ॥३६ ॥
અર્થ ત્યારે સંઘયણ અને ધતિ બળવાળા અભ્યસ્તગી, જીવાદિ પદાર્થનું મનન કરનાર વિદ્વાન તથા ધર્મધ્યાનમાં અત્યંત નિષ્પકંપ મનવાળા મુનિને તો લેકેથી વ્યાત ગામમાં કે શૂન્ય
સ્થાનમાં યા અરણ્યમાં (ગમે ત્યાં ધ્યાન કરે એમાં) કેઈ તફાવત નથી. સાવીને પુરુષના વાસ કે સંચરણ વિનાનું સ્થાન જોઈએ એ વસ્તુ સમજી લેવાની.
આ સ્ત્રી આદિથી રહિત સ્થાનની વાત અપરિણત ગી માટે છે. કેમકે એમને હજી વેગને અભ્યાસ ચાલે છે, એટલે ચિંગ હજી એમને પરિણત અર્થાત્ આત્મસાત નથી થયે; તેથી બાધક તત્વ ટાળવાને પ્રયત્ન ચાલુ હોય ત્યાં સુધી તે ગ–અવસ્થા ટકે; નહિતર ગભ્રષ્ટ થવાને સંભવ છે. એટલે સ્ત્રી વગેરેના સંપર્કવાળા સ્થાનમાં એમને ધ્યાનની આરાધના અશક્ય છે.
આમ અપરિણત યોગીને માટે ધ્યાનના સ્થાનની વાત કરી. - હવે પરિણત યોગી આદિને ઉદ્દેશીને વિશેષ વસ્તુ કહે છે,
વિવેચન – પરિણાગી વગેરે માટે આવા સ્ત્રી વગેરેથી રહિત જ સ્થાનને નિયમ નથી. પરિણત-ગી એટલે જેમનું શરીર સંઘયણ મજબૂત છે અને જેમની વૃતિ-ધંય પણ સ્થિર છે તેમજ જે કૃતગી છે.
કૃતગી” અર્થાત્ કૃત એટલે સારી રીતે અભ્યસ્ત છે, ‘ગ જેમને.