________________
ધર્મધ્યાન
૧૯૭ પણ એકત્રિત ન મળે. તો ક્યારેય પણ કાળના અનેક સમયે એકત્રિત એક સાથે ન મળવાથી એને અસ્તિકાય કેમ કહી શકાય? આમ છતાં,
પ્ર – ભલે એક સમવરૂપ કાળ છે, પણ વિશ્વમાં પંચાસ્તિકાય ઉપરાંત એને અલગ નંબર ન ગણવાનું કારણ શું?
ઉ૦-કારણ આ, કે પંચાસ્તિકાયમાં એને સમાવેશ છે, તેથી એ જુદું દ્રવ્ય નહિ. તે આ રીતે કે કાળનું કામ વસ્તુમાં નવાપણુંજુનાપણું વગેરે પર્યાય ઊભું કરવાનું છે. પરંતુ વસ્તુમાં જેમ તે તે કારણેથી બીજા પર્યાય ઊભા થાય છે, તેમ સૂર્ય-ચંદ્રાદિ ક્રિયાના સંબંધથી કાળપર્યાય યાને એક સામયિક-દ્વિસામયિક....વગેરે, ને નવા-જુનાપણાદિના પર્યાય ઉત્પન્ન થાય છે, અને પર્યાયે દ્રવ્યમાં ભેદભેદ સંબંધથી આશ્રિત છે એટલે દ્રવ્યથી કથંચિત્ અભિન્ન યાને એકરૂપ હાઈ કાળને નંબર જુદો ન ગણતાં વિશ્વાન્તર્ગત બતાવેલ દ્રવ્યમાં એને સમાવેશ ગણી લીધે
આ પંચાસ્તિકાયમય લેક અનાદિનિધન અથત આદિ અને નિધન (નાશ, અંત) વિનાનો છે.– અનાદિ કહેવાથી એ વાતને નિષેધ કર્યો કે “લેક (વિશ્વ-જગત) ક્યારેક ઈશ્વરથી રચાય છે.”—ઈશ્વરરચનાને નિષેધ એટલા માટે કે એમાં તો અનેક આપત્તિ ખડી થાય – જગત્કર્તા ઈશ્વરના સિદ્ધાંતમાં આપત્તિઓ –
(૧) ઈશ્વરની રચના પહેલાં કશું હતું નહિ, તે ઉપાદાન કારણ વિના જગતરૂપી કાર્ય બન્યું કેવી રીતે ? (૨) કહે ‘ઉપાદાન પરમાણુ હતા,' તે નિમિત્તભૂત કારણે વિના કાર્ય કેમ થયું?